કોરોના વાયરસનું સમાધાન જણાવીને જીતી શકો છો આટલા રૂપિયા, PM મોદીએ કર્યું ટ્વીટ

કોરોના વાયરસનું સમાધાન જણાવીને જીતી શકો છો આટલા રૂપિયા, PM મોદીએ કર્યું ટ્વીટ

વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તો ભારત પણ આનાથી બાકાત નથી. ભારતમાં કોરોના વાયરસનાં 123 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસનો સામનો કરવા અને તેનાથી બચવા માટે ભારતે તમામ મોરચા પર તૈયારીઓ કરી છે. સરકારે સ્કૂલો, કૉલેજો, મૉલ્સને બંધ કરવાના આદેશ આપ્યા છે અને લોકોને મોટી સંખ્યામાં એકત્રિત ના થવાનું કહ્યું છે.

દેશની જનતા પાસે સૂચનો માંગ્યા 

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરી કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશની જનતા પાસે સૂચનો માંગ્યા છે. પીએમ મોદીએ સોમવારે ટ્વીટ કર્યું, ‘ઘણા લોકો કોવિડ-19 માટે ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન શેર કરી રહ્યાં છે. હું તેમને @mygovindia પર પોતાના સૂચનો વ્યક્ત કરવાની અપીલ કરુ છું. તમારો આ પ્રયાસ ઘણી રીતે મદદ કરી શકે છે.’ વડાપ્રધાને તેની આગળ #indiaFightscorona પણ લખ્યું છે.

નાગરિકોને જાણકારી અને સાવધાનીથી સશક્ત બનાવી કોરોના રોકવાનો ઉદ્દેશ

આ ચેલેન્જમાં વિજેતાને એક લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવામાં આવશે. @mygovindia ના પેજ પર આપવામાં આવેલી ચેલેન્જમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્થાનિક રૂપથી વાયરસનાં પ્રસારને રોકવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ નાગરિકોને સારી જાણકારી અને સાવધાનીઓની સાથે સશક્ત બનાવવા છે. અમે તે વ્યક્તિઓ અને કંપનીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છીએ, જેની પાસે ટેક્નોલોજી અને સમાધાન, જૈવિક સૂચના વિજ્ઞાન, ડેટાબેસ, નિદાન વગેરે માટે એપ્સ છે જેની મદદથી કોરોના વાયરસ વિરુદ્ધ મજબૂત લડાઇ લડી શકાય છે.’

કોવિડ-19 સામે લડી રહેલા ડૉક્ટર્સ અને નર્સોનો માન્યો આભાર

પીએમ મોદીએ કહ્યું કે, ‘કોવિડ-19ના નિવારણ માટે આપણા ડોક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મી આકરી મહેનત કરી રહ્યાં છે, અમે તેના યોગદાનની પ્રશંસા કરીએ છીએ. કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે તમામ સ્તરો પર વિભિન્ન એજન્સીઓ મળીને કામ કરી રહી છે. લોકો સ્વસ્થ રહે, તેની ખાતરી કરવા કોઈ કસર છોડવામાં આવશે નહીં.’

કોરોના સામેની લડાઈ રાષ્ટ્રનાં મજબૂત ભાવને દર્શાવે છે

પીએમ મોદીએ કહ્યું કે, ‘ઘણા લોકો પોતાની કહાની શેર કરી તે જણાવી રહ્યાં છે કે કઈ રીતે ભારત કોરોનાનો મુકાબલો કરી રહ્યું છે. તેનાથી કોરોના વિરુદ્ધ લડાઇમાં લાગેલા તમામ ડોક્ટર, નર્સ, કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ સહિત અન્ય લોકોનું મનોબળ વધારે છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇ પર કહ્યું કે, ‘આ બધાની સામુહિક પ્રતિક્રિયા છે, આ એવી સ્થિતિમાં આપણા રાષ્ટ્રનાં મજબૂત ભાવને દર્શાવે છે. તેમણે કહ્યું કે, અમે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે બધા સ્વસ્થ રહે અને જેનામાં લક્ષણ દેખાય તેની યોગ્ય સારવાર થાય.’