કોરોના વાઈરસ હવામાં પણ જીવીત રહેતો હોવાનો સ્ટડીમાં ખુલાસો

કોરોના વાઈરસ હવામાં પણ જીવીત રહેતો હોવાનો સ્ટડીમાં ખુલાસો

  • મેડીકલ સ્ટાફ કોરોના વાઈરસના દર્દીઓ વચ્ચે રહેવાના છે, જેથી WHOએ ચિંતા વ્યક્ત કરી
  • હવામાં કેટલો જીવીત રહે તેનો આધાર વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને ગરમી છે 
  • કોપર અને સ્ટીલ પર વાઈરસ બે કલાક જીવીત રહી શકે છે. પરંતુ કારબોર્ડ અને પ્લાસ્ટિકમાં તે લાંબો સમય જીવીત રહી શકે છે.

ઈન્ટરનેશનલ ડેસ્ક: કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. પોઝિટિવ કેસની સંખ્યા અને મૃત્યુઆંક પણ ખૂબ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોના વાઈરસને લઈને થયેલા સ્ટડીમાં ચોકાવનારી વાત સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસ હવામાં પણ જીવીત રહી શકે છે. 

નવા સ્ટડીને ધ્યાનમાં રાખીને મેડીલક સ્ટાફ શું  સાવધાનીના શુ પગલા લેવા તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા વિચારણા કરી રહ્યું છે. આ બાબતને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચિંતિત છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડોક્ટર મારિયા વાન કેરખોવે એ કહ્યું હતુંકે નાનકડા ટીપાંમાંથી, નાના અમથા પ્રવાહીમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. મોટાભાગે છીંક કે કફ દ્વારા ફેલાય છે. હવામાં આ વોઈરસ લાંબો સમય રહી શકે છે. જ્યારે કોરોનાના દર્દીઓની સારવાર કરતા હોય ત્યારે મેડીકલ સ્ટાફે આ બાબતનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સત્તાવાળાઓએ કહ્યું છે કે આ બીમારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેસાય છે, સાથે છીક અને કફ દ્વારા પણ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે.  તે હવામાં પણ એકજગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, પરંતુ વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણે કેવું છે તેના પર તેની તિવ્રતાનો ખ્યાલ આવે છે. વિવિધ રીસર્ચમાં જણાવાયા પ્રમાણે  વાઈરસના જીવીત રહેવાનો સમયગાળો કેટલો હશે તેનો આધાર વાઈરસ કઈ વસ્તુ ચોટેલો છે તેના પર છે. 
િ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેડીકલ સ્ટાફને N95 માસ્ક પહેરવાની સલાહ આપી છે, કારણે કે તે 95 ટકા પ્રવાહીને ફિલ્ટર કરે છે.

કયા રસફેસ (વસ્તુ) ઉપર વાયરસ કેટલો જીવીત રહે છેકોપર અને સ્ટીલ પર વાઈરસ બે કલાક જીવીત રહી શકે છે. પરંતુ કારબોર્ડ અને પ્લાસ્ટિકમાં તે લાંબો સમય જીવીત રહી શકે છે.