કોરોના મહામારીમાં કરોડો રૂપિયાનો દંડ, સરકારને હાઇકોર્ટે કહ્યું-શું કરશો આટલા રૂપિયાનું?

કોરોના મહામારીમાં કરોડો રૂપિયાનો દંડ, સરકારને હાઇકોર્ટે કહ્યું-શું કરશો આટલા રૂપિયાનું?

અમદાવાદ અને સુરત બાદ રાજકોટમાં કોરોના વાયરસના કહેર યથાવત છે અહિં દિવસે ને દિવસે કોરોનાનાં કેસનો રાફડો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ લોકોને નિયમોનું પાલન કરવા અને સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે સાથે જ જે લોકો માસ્ક નથી પહેરતા અથવા સોશિયલ ડિસ્ટન્સીંગનું ઉલ્લંઘન કરે છે તેઓને નગરપાલિકા મસમોટો દંડ પણ ફટાકારી રહી છે.

આ દરમિયાન રાજકોટમાં લોકોને જાહેરમાં થૂંકવા બદલ મસમોટો રૂ.6.50 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમને લઈ ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા વેધક સવાલ કર્યો છે કે, દંડની રકમ વધારે છે તમે તેનો ઉપયોગ કઇ રીતે કરશો?

ગુજરાત હાઇકોર્ટે સરકારને આ રકમનો ઉપયોગ સારા હેતુ માટે કરવા માટે કહ્યું છે. સાથે જ હાઇકોર્ટે સરકારને કહ્યું કે, લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવો.

ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં કોરોના મહામારીમાં જાહેરનામા ભંગના મામલાઓ ખુબ જ સામે આવી રહ્યા છે. જાહેરનામા ભંગના 4201 લોકો સામે 3409 કેસ દાખલ થઇ ચૂક્યા છે. રોગ ફેલાય તેવી ગતિવિધિ બદલ 10914 કેસ નોંધાઇ ચૂક્યા છે. ચેપી રોગ ફેલાય એ રીતની ગતિવિધિ કરવા બદલ રાજકોટમાં 10914 કેસ કરાયા છે. જેમાં 12045 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં 151669 લોકોને થૂંકવા બદલ દંડ કરાયો છે.