કોરોના: ભારતીય મૂળની આ દીકરીનું કાર્ય જોઇ અમેરિકન્સ થઇ ગયા નતમસ્તક!

કોરોના: ભારતીય મૂળની આ દીકરીનું કાર્ય જોઇ અમેરિકન્સ થઇ ગયા નતમસ્તક!

અમેરિકામાં રહેતી ભારતીય મૂળની 15 વર્ષની હીતા ગુપ્તા કેન્ડી ક્રશ રમવાનું કે ટીવી જોવાનું પસંદ કરે છે. પરંતુ કોરોના સંકટની વચ્ચે હીતાએ એક સારું કાર્ય કરતા તેની ચર્ચા થઇ રહી છે અને લોકો એને નતમસ્તક કરી રહ્યા છે. વાત એમ છે કે કોરોના વાયરસના લીધે અમેરિકામાં લોકડાઉન જાહેર કરાયું છે. આથી અમેરિકન નર્સિંગ હોમમાં વૃદ્ધ અને બાળકો સહિત હજારો લોકો એકલા જિંદગી જીવવા મજબૂર છે. આમ એકલ પડી ગયેલા અમેરિકનો માટે હીતા ગુપ્તા ગિફ્ટ અને પ્રેરણાદાયક પત્ર લખીને તેમની જિંદગીમાં રંગ ભરી રહી છે.

પોતાની એનજીઓ ચલાવે છે હીતા ગુપ્તા
પેન્સિલવેનિયાના કોનેસ્ટોગા હાઇ સ્કૂલના 10મા ધોરણમાં અભ્યાસ કરતી ભારતીય-અમેરિકન વિદ્યાર્થી એક એનજીઓ ‘બ્રાઇટનિંગ અ ડે’ ચલાવે છે. હીતા અમેરિકાના નર્સિંગ હોમમાં રહેતા ખાસ કરીને વૃદ્ધોની વચ્ચે પ્રેમ અને આશાનું કિરણ જગાવા માટે તેનો ઉપયોગ કરી રહી છે. ગુપ્તા તેમને હાથે લખેલા પત્ર અને ગિફ્ટ મોકલી રહ્યા છે જેમાં પહેલીઓ અને રંગીન પુસ્તકો અને રંગીન પેન્સિલનું પેકેટ હોય છે.

40 ટકા વૃદ્ધ એકલતાનો શિકાર

ગુપ્તાએ જણાવ્યું કે મને એ વિચારીને દુ:ખ થાય છે કે કેટલાંય નર્સિંગ હોમમાં રહેતા લોકો કેટલાંક એકલા અને તણાવગ્રસ્ત મહેસૂસ કરતાં હશે કારણ કે તેઓ પોતાના પ્રિયજનને મળી શકતા નથી. આપણા વૃદ્ધો પહેલેથી જ એકલા છે. એક અભ્યાસ પરથી ખબર પડી કે 40 ટકાથી વધુ વૃદ્ધ દરરોજ એકલતા મહેસૂસ કરે છે. આ દરમ્યાન જ્યારે કેટલાંય વરિષ્ઠ નાગરિકોની વચ્ચે ગભરાટ ઉભી થાય છે ત્યારે આપણી જવાબદારી છે કે તેમને બતાવીએ કે તેઓ એકલા નથી.

અમેરિકાની 50 હોસ્પિટલોને મોકલી ગિફ્ટ

હીતાએ કહ્યું કે મેં પહેલાં મારા પૈસે નર્સિંગ હોમમાં ગિફ્ટ મોકલવાનું શરૂ કર્યું. હવે હું 16 સ્થાનિક નર્સિંગ હોમના નિવાસીઓને ગિફ્ટ મોકલી ચૂકી છું. તેમણે કહ્યું કે ગિફ્ટની સાથે મારા નવ વર્ષના ભાઇ દિવિત ગુપ્તાના હાથે લખેલો એક ખુશ કરી દેતો પત્ર પણ હોય છે. ગુપ્તાની એનજીઓ અમેરિકાના 7 રાજ્યોમાં 50 હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં 2700થી વધુ બાળકો સુધી પહોંચ બનાવી ચૂકયું છે.

ભારતના અનાથઆશ્રમોને મોકલ્યા કાર્ડ

ગુપ્તાએ કહ્યું કે અમે ભારતમાં અનાથઆશ્રમોમાં પણ સ્કૂલથી સંબંધિત વસ્તુ અને કાર્ડ મોકલ્યા છે. તેમની આ પહેલના ચારેયબાજુ વખાણ થઇ રહ્યા છે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે પોતાના ફેસબુક પેજ પર લખ્યું, ‘થોડીક પ્રેરણા જોઇએ? અમેરિકા, પેન્સિલવેનિયાની 15 વર્ષની હીતા ગુપ્તા પોતાની એનજીઓ બ્રાઇટેન અ ડે દ્વારા ગિફ્ટની સાથો સાથ નર્સિંગ હોમમાં રહેતા લોકોની જિંદગીઓને ખુશીઓથી ભરી રહ્યા છે.’