કોરોનાવાઈરસ / H-1બી વિઝાધારકો જૂન મહિના પછી અમેરિકામાં નહીં રહી શકે

કોરોનાવાઈરસ / H-1બી વિઝાધારકો જૂન મહિના પછી અમેરિકામાં નહીં રહી શકે

  • H-1બી  વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો
  • અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા

વૉશિંગ્ટન. અમેરિકામાં એચ-1બી વિઝાધારકોની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. આ સ્પેશિયલાઈઝ્ડ વિઝાના આધારે અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સની નોકરી જતી રહે, તો તેઓ અમેરિકામાં 60 દિવસ કાયદેસર રીતે રહીને નોકરી શોધી શકે છે. તેનાથી વધુ દિવસ રહેવા ઊંચી રકમ ચૂકવવી પડે છે. આ વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો છે. 
એચ-1બી વિઝાધારકો માટે 10 સપ્ટેમ્બર સુધી રાહત આપવાની માંગ
કોરોના વાઈરસના સંકટને પગલે અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા છે, જ્યારે અનેકની નોકરીઓ પણ જતી રહી છે. અમેરિકન થિંક ટેન્ક નિસ્કેનેને સેન્ટરમાં ઈમિગ્રેશન પોલિસીના નિષ્ણાત જેર્મે ન્યૂફેલ્ડના કહેવા પ્રમાણે, અમેરિકામાં બે લાખથી વધુ એચ-1બી વિઝાધારકો જૂન સુધી કાયદેસરના અધિકારો ખોઈ દેશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ હોવાથી તેઓ ભારત પણ નહીં જઈ શકે. એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઈક્રોસોપ્ટ જેવી ટેક કંપનીઓ તરફથી ટેકનેટ નામના લોબી ગ્રૂપે 17 એપ્રિલે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખીને એચ-1બી વિઝાધારકો માટે 10 સપ્ટેમ્બર સુધી રાહત આપવાની માંગ કરી હતી. જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને તેનો જવાબ આપવાની પણ તસદી લીધી નથી.