કોરોનાવાઈરસ / દેશમાં પ્રથમ વખત 5.15 લાખ કોરોના ટેસ્ટ, અમેરિકા પછી દુનિયામાં સૌથી વધુ

કોરોનાવાઈરસ / દેશમાં પ્રથમ વખત 5.15 લાખ કોરોના ટેસ્ટ, અમેરિકા પછી દુનિયામાં સૌથી વધુ

દેશભરમાં અત્યાર સુધી કુલ 1.68 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે

નવી દિલ્હી. ભારતમાં પ્રથમ વખત રવિવારે સામાન્ય દિવસોથી વધુ કોરોના ટેસ્ટ થયા હતા. રવિવારે દેશની 1300 લેબમાં 5.15 લાખ ટેસ્ટ થયા, જે શનિવારથી 75 હજાર વધુ હતા. ટેસ્ટ વધ્યા પછી કેન્દ્રીય અધિકારીઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં શક્ય છે કે દર્દીઓ 10-12 હજાર વધુ મળે. અત્યાર સુધી ત્રણ દિવસથી રોજ 50 હજાર દર્દી મળી રહ્યા છે. મોદીએ કહ્યું કે દરરોજની ટેસ્ટ ક્ષમતા 10 લાખ સુધી લઈ જવાશે.

અમેરિકામાં રોજ સરેરાશ 7 લાખ ટેસ્ટ થાય છે, રશિયામાં આશરે 3 લાખ

દાવો- ઓગસ્ટના અંત સુધી રોજ 10 લાખ ટેસ્ટ થવા લાગશે

  • ભારતમાં અત્યાર સુધી સામાન્ય દિવસોની તુલનાએ રવિવારે 75 હજાર જેટલા ટેસ્ટ ઓછા થયા છે, ગત રવિવારે 75 હજાર વધુ થયા
  • વડાપ્રધાન મોદીએ 3 નવી ટેસ્ટિંગ લેબનું ઉદઘાટન કર્યું

પ્રથમ વખત ભારતમાં એક દિવસમાં અમેરિકા અને બ્રાઝિલથી વધુ દર્દીનાં મોત
રવિવારે સૌથી વધુ 729 મૃત્યુ મેક્સિકોમાં થયાં, જે ભારતથી ફક્ત 4 જ વધુ છે. નિષ્ણાતો અનુસાર આગામી દિવસોમાં ભારત દરરોજ થતાં મૃત્યુ મામલે યાદીમાં સૌથી ટોચે પહોંચી શકે છે. કેમ કે આ બંને દેશોમાં નવા દર્દીઓની સંખ્યા સ્થિર થઈ ચૂકી છે, જોકે ભારતમાં સતત વધી રહી છે.

17 જુલાઈથી 26 જુલાઈ સુધી 10 દિવસોમાં સૌથી વધુ 51% ટેસ્ટ ગુજરાતમાં વધ્યા, 54% દર્દી પણ ત્યાં જ વધ્યા

રાજ્યકુલ ટેસ્ટવધારોકુલ દર્દીવધારો
તમિલનાડુ23.5 લાખ25.10%2,13,72322.50%
મહારાષ્ટ્ર18.9 લાખ23.90%3,75,79918.70%
યુપી18.3 લાખ28.60%66,98829.80%
આંધ્રપ્રદેશ16.4 લાખ27.90%96,29853.70%
રાજસ્થાન14.0 લાખ16.50%36,34021.60%
કર્ણાટક11.8 લાખ19.50%96,14177.40%
દિલ્હી9.5 લાખ18.50%1,30,6066.90%
પ.બંગાળ8.1 લાખ16.70%58,71831.50%
મધ્યપ્રદેશ7.0 લાખ19.60%27,80064.80%
ગુજરાત6.4 લાખ51.00%55,82254.20%
( Divya Bhaskar )