કોરોનામાં દુબઈની હૉસ્પિટલની દરિયાદીલી, ગરીબ ભારતીયનું માફ કર્યું 1.52 કરોડનું બિલ

કોરોનામાં દુબઈની હૉસ્પિટલની દરિયાદીલી, ગરીબ ભારતીયનું માફ કર્યું 1.52 કરોડનું બિલ

કોરોના વાયરસનાં કારણે ઘણા લોકો હૉસ્પિટલમાં ભરતી છે. સરકારી હૉસ્પિટલમાં ભીડ છે, જ્યારે પ્રાઇવેટ હૉસ્પિટલની ફીસ આટલી છે કે ગરીબ તેમાં જવાનું વિચારી પણ ના શકે. આવામાં દુબઈની એક હૉસ્પિટલે અનેક હૉસ્પિટલોને માણસાઈનો પાઠ ભણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દુબઈની એક હૉસ્પિટલે તેલંગાણાનાં એક કોરોના દર્દીની ના ફક્ત ટ્રીટમેન્ટ કરી, પરંતુ તેનું 1.52 કરોડ રૂપિયાનું બિલ પણ માફ કરી દીધું છે અને હા, વ્યક્તિને ફ્લાઇટની મફત ટિકિટ અને 10 હજાર રૂપિયા આપીને ભારત પણ મોકલ્યો.

લગભગ 80 દિવસ સુધી તેમની સારવાર ચાલી 

રિપોર્ટ પ્રમાણે તેલંગાણાનાં જગીતાલનાં રહેવાસી 42 વર્ષનાં ઓદનલા રાજેશને કોરોના થયા બાદ 23 એપ્રિલનાં દુબઈની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. લગભગ 80 દિવસ સુધી તેમની સારવાર ચાલી અને તેઓ સ્વસ્થ થયા. ત્યારબાદ હૉસ્પિટલથી તેમને રજા મળી અને તેમનું બિલ 7,62,555 દિરહમ (1 કરોડ 52 લાખ રૂપિયા) બન્યું, જેને ચુકવવું તેમના માટે ઘણું જ મુશ્કેલ હતુ. દુબઈનાં ગલ્ફ વર્કર્સ પ્રોટેક્શન સોસાઇટીનાં અધ્યક્ષ ગુંદેલી નરસિમ્હા રાજેશનાં સંપર્કમાં હતા. તેઓ જ રાજેશને હૉસ્પિટલ લઇ ગયા હતા. તેમણે બિલનો મુદ્દો દુબઈમાં ભારતનાં કૉન્યુલેટનાં અધિકારી સુમનાથ રેડ્ડીની સામે રાખ્યો.

એર ઇન્ડિયાની ફ્રી ટિકિટ અને ખર્ચા માટે 10 હજાર રૂપિયા

ત્યારબાદ રાજદૂત હરજિત સિંહે દુબઈની હૉસ્પિટલ મેનેજમેન્ટને એક પત્ર લખ્યો અને માનવીય આધાર પર આ ગરીબનું બિલ માફ કરવાની વિનંતી કરી. હૉસ્પિટલે હકારાત્મક વલણ અપનાવ્યું અને માનવતાનાં નાતે રાજેશનું આખું બિલ માફ કર્યું. સાથે જ રાજેશ અને તેના સાથીને ભારત જવા માટે એર ઇન્ડિયાની ફ્રી ટિકિટ અને ખર્ચા માટે 10 હજાર રૂપિયા પણ આપ્યા. મંગળવાર રાત્રે રાજેશ પોતાના વતન પરત ફર્યા, જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. રાજેશ અત્યારે 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન છે.