કોરોનાને લઈ રાજ્ય સરકારની ખુશખબર, કેસ બમણા થવાના સમયમાં વધારો

કોરોનાને લઈ રાજ્ય સરકારની ખુશખબર, કેસ બમણા થવાના સમયમાં વધારો

ગુજરાત સરકારે હવે કોરોનાની સારી સારી જ માહિતી આપવાનું નક્કી કર્યું છે. તેને લઈ ગુજરાત સરકારે આજે જાહેર કરેલી પ્રેસનોટ જણાવ્યું છે કે, રાજ્યમાં COVID-૧૯ના કેસો નિયત્રિંત થતાં કેસ બમણા થવાનો સમય જે પહેલાં 15 કે 16 દિવસ હતો તે હવે 24.84 દિવસ થયો છે. તો અમદાવાદમાં આ દર 15 દિવસથી વધીને 25.08 દિવસ થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 376 કેસ નોંધાયા હતા. જ્યારે 410 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે 23 લોકોનાં મોત નિપજ્યા હતા.

કોરોનાની પરિસ્થિતિને લઈ રૂપાણી સરકાર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તેવામાં હાઈકોર્ટે પણ આકરૂં વલણ અપનાવ્યું છે. જેને લઈ સરકાર હવે રાજ્યમાં કોરોનાની ગુડ-ગુડ ન્યુઝ જ જણાવવાનો પ્રયાસ કરી છે. તો આ પ્રયાસમાં આજે સરકાર એવી ખુશખબર લઈને આવી છે કે, રાજ્યમાં કોરોના ડબલિંગ થવાનો કેસ વધ્યો છે. કેસ બમણા થવાનો દર ભારત સરકારના ૧૩.૯૭ દિવસની સાપેક્ષમાં રાજ્યમાં ૨૪.૮૪ દિવસ થયો છે.

તો આજ રોજ રાજયમાં નોંધાયેલ નવા કેસ-૩૭૬ ની સામે કુલ-૪૧૦ દદીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. સાથે જ સરકારે પ્રેસ નોટમાં લખ્યું છે કે, આ કેસ બમણા થવાનો દર ગત સમય દરમ્યાન રાજ્યમાં નોંધાયેલ કેસોના ગ્રોથ રેટને આધારે ગણવામાં આવે છે. આમ રાજ્યમાં COVID-19 નો રોગચાળો  નિયંત્રણ હેઠળ છે, તે ફલિત થાય છે.

આજ રોજ રાજ્યમાં અમદાવાદ-૨૫૬, સુરત-૩૪, વડોદરા-૨૯, મહીસાગર-૧૪, વલસાડ-૧૦, સુરેન્દ્રનગર-૦૬, ગાંધીનગર-૦૫, નવસારી-૦૪, રાજકોટ-૦૩, આણંદ, પાટણ અને કચ્છ તથા અન્ય રાજ્ય ખાતે ૨-૨, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે ૧-૧ કેસ એમ રાજ્યમાં કુલ ૩૭૬ નવા કેસ નોંધાયેલ છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા 15205  થઈ છે. 

રાજ્યમાં અમદાવાદ – ૧૯, સુરત-૦૨, મહીસાગર અને વડોદરા ખાતે ૧-૧ મરણ આજ રોજ COVID-19 નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ ૯૩૮ મરણ થયેલ છે. જેની સામે ૪૧૦ દદીઓ સાજા થતા રજા આપવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૬૭૨૦ એક્ટીવ કેસ છે. 

આજ રોજ રાજયમાં કુલ-૪૧૦ દદીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૩૨૭ દર્દીઓને અને ત્યારબાદ સુરત– ૩૦, વડોદરા– ૧૧, પાટણ- ૮, ભાવનગર – ૬, સુરેન્દ્રનગર – ૫, દાહોદ, ગાંધીનગર અને વલસાડ ખાતે ૪-૪, ખેડા- ૩, મહેસાણા-૨, અરવલ્લી, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ, પંચમહાલ અને રાજકોટ ખાતે ૧-૧ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવેલ છે.