કોરોનાનાં સંકટમાં નાના દુકાનદારો માટે મોટા સમાચાર, ફેસબૂક લઈને આવ્યું ‘ઓનલાઈન દુકાન’

કોરોનાનાં સંકટમાં નાના દુકાનદારો માટે મોટા સમાચાર, ફેસબૂક લઈને આવ્યું ‘ઓનલાઈન દુકાન’

હાલ કોરોનના સંકટને કારણે નાના દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને લોકડાઉનને લીધે હવે મોટા ભાગનો બિઝનેસ ઓનલાઈન થઈ રહ્યો છે. તેવામાં નાના દુકાનદારોને ઓનલાઈન સામાનનું વેચાણ કરવા માટે ફેસબૂક ઓનલાઈન શોપિંગ સર્વિસ લઈને આવશે. ઓનલાઈન શોપ કરીને આ સર્વિસમાં દુકાનદાર ફેસબૂક પર જ પોતાની દુકાન ખોલી શકશે અને પોતાની રીતે જ ઓનલાઈન સામાનનું વેચાણ કરી શકશે. આમ ફેસબૂક એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓને ટક્કર આપી શકે છે.

શું છે ફેસબૂક શોપ?

સરળ ભાષામાં સમજીએ તો આ એક ઓનલાઈન સ્ટોર છે, જે બિઝનેસ કરનાર લોકો ફેસબૂક પ્લેટફોર્મ પર બનાવી શકે છે. ગ્રાહક આ સ્ટોરને ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોઈ શકે છે. ફેસબૂકે એમ પણ કહ્યું છે કે, આગામી દિવસોમાં ફેસબૂક શોપ મેસેન્જર અને વોટ્સએપ ઉપર પણ ઉપલબ્ધ હશે. લોકો ફેસબૂક શોપ કોઈપણ બિઝનેસ કે ફેસબૂક પેજ અથવા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર જઈને જોઈ શકે છે. કે પછી સ્ટોરી અને એડ મારફતે પણ તેઓ ફેસબૂક શોપ જોઈ શકે છે.

જો કોઈ ગ્રાહકને કોઈ પ્રોડક્ટ વિશે કાંઈ પુછવું હશે તો તે સીધા મેસેન્જર કે વોટ્સએુ મારફતે મેસેજ કરીને વાત કરી શકે છે. પોતાના ઓર્ડરને ટ્રેક કરી શકે છે, મદદ પણ લઈ શકે છે. ફેસબૂકે તો ત્યાં સુધી કીધું છે કે, આગામી સમયમાં મેસેન્જર અને વોટ્સએપ પર ચેટ કરતાં કરતાં જ તમે સામાન ખરીદી શકો છો.