કોરોનાએ શીખવાડ્યું – ખર્ચ ઓછો, બચત વધુ; ગુજરાતમાં 10 મહિનામાં બેન્કોમાં બચત 12% વધી, લોન લેનારા અંદાજે 50% ઘટ્યા

કોરોનાએ શીખવાડ્યું – ખર્ચ ઓછો, બચત વધુ; ગુજરાતમાં 10 મહિનામાં બેન્કોમાં બચત 12% વધી, લોન લેનારા અંદાજે 50% ઘટ્યા

  • કોરોના સમયમાં 78% લોકોએ પૈસા જમા કરાવ્યા, 57%એ જ લોન લીધી, બેન્કોમાં બચત 8 લાખ કરોડથી વધી ગઈ
  • ગત વર્ષ કરતાં 86024 કરોડ વધુ જમા થયા
  • 79.75% હોમલોન, 87% એજ્યુકેશન લોનમાં ઘટાડો

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં લોકોની બચતોમાં વધારો થયો છે જ્યારે લોન લેવાના પ્રમાણમાં ઘટાડો થયો છે. સરકારી બેન્કોમાં અગાઉના વર્ષની તુલનાએ ચાલુ નાણા વર્ષમાં રૂ. 86,024 કરોડ વધુ જમા થયા છે. એટલે કે, બેન્કોમાં થાપણોમાં ગત વર્ષ કરતા 11.81%નો વધારો થયો છે. સ્ટેટ લેબલ બેન્કર્સ કમિટીના રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર,2019 સુધી લોકોએ બેન્કોમાં રૂ.7,29,841 કરોડ જમા કરાવ્યા હતા. બેન્કોએ રૂ. 6,09,847 કરોડ લોનપેટે આપ્યા હતા. જ્યારે સપ્ટેમ્બર-2020 સુધીમાં કુલ રૂ. 8,15,865 કરોડ બેન્કોમાં જમા થયા હતા. જે ગત વર્ષ કરતા 11.81% વધુ છે. જેની સામે બેન્કે ફક્ત રૂ. 6,41,060 કરોડની લોન ફાળવી હતી. ઘણા લોકોએ મંજૂર થયેલી લોન લીધી ન હતી. આંકડા જોઈએ તો ગયા વર્ષે 83.5% લોકોએ લોન લીધી હતી. આ વર્ષે 78.5% લોકોએ લોન લીધી છે. રાજ્યમાં જ્યાં 78% લોકોએ નાણાં જમા કરાવ્યા છે. ત્યારે માત્ર 57% લોકોએ જ લોન લીધી છે. એટલે કે કોરોનાકાળમાં લોકોમાં બચતવૃત્તિમાં વધારો થયો છે.

અમદાવાદના લોકોએ સૌથી વધુ રકમ જમા કરાવી

શહેરજમા (રકમ રૂપિયા)ઉપાડ (રકમ રૂપિયા)ટકાવારી
અમદાવાદ22,010,1312,29,36,306104.21
મોરબી9,32,86514,18,150152.02
રાજકોટ53,26,31354,97,583103.22
સુરત80,80,44995,30,874117.95

એગ્રી કલ્ચર 57 ટકા ધિરાણ ટાર્ગેટ પૂર્ણ

સેક્ટરલક્ષ્યાંક (કરોડ)પૂર્ણટકાવારી
કૃષિ858384817357%
એમએસએમઇ79,2014981163%
એજ્યુકેશન198225613%
હાઉસિંગ17290350820.25%
અન્ય5794148725%
કુલ19177310385754%

​​​​​​​(સૌથી ઓછી લોન એજ્યુકેશન સેક્ટરમાં લેવાઇ)

શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેતાં એજ્યુકેશન સેગમેન્ટમાં 87 ટકા લોકોએ લોન ન લીધી કોરોનાથી આર્થિક ઘટાડો થતા ઘણા એવા ક્ષેત્રો હતા જેમાં લોનની જરૂરિયાત હોવા છતાં લેવાઇ ન હતી. એજ્યુકેશન લોન વિશે વાત કરીએ તો 87% લોકોએ લોન લીધી ન હતી. તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ લોકડાઉનને કારણે બંધ રહી હતી. તેમજ વિદેશ જવા અને આવવા પર પ્રતિબંધ હતો. જેના કારણે ખર્ચાળ ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં આવી ન હતી.

79.75% લોકોએ વ્યાજ ઘટતા પ્રાથમિક જરૂરિયાત ઘર માટે હાઉસિંગ લોન લીધી
હાઉસિંગ લોનની માંગ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ઘટી છે. જોકે, હાઉસિંગ લોન માટે, બેન્કોએ વ્યાજના દરમાં 2-2.5 ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં પણ, લોકોએ ફક્ત ડાઉન પેમેન્ટ ભરીને લોન પ્રક્રિયા અટકાવી દીધી હતી. હાલમાં, મોટાભાગના અરજદારોએ લોન હોલ્ડ પર મૂકી છે અને આર્થિક સ્થિતિમાં સુધારાની રાહ જોઈ રહ્યા છે.

નાના શહેરોમાં ઉપાડ વધ્યો, જ્યારે મોટા શહેરોમાં ડિપોઝિટમાં વધારો થયો
આંકડા મુજબ રાજ્યના નાના-સિમાંત શહેરોના લોકોએ પૈસા જમા કરવાને બદલે રૂપિયા ઉપાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે મોટા શહેરોમાં અપેક્ષા કરતાં વધુ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. બીજી બાજુ સરકાર તરફથી મળતી રકમને કારણે, વધારાના ખર્ચમાં કોઈ વધારો થયો ન હતો.

લોકોએ મંજૂર લોન પણ લીધી નહીં, સલામતી ધ્યાનમાં રાખી
એસએલબીસીના ચેરમેન વીસી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા મહિનાથી તમામ વ્યવસાયો બંધ રહ્યા હતા. જેના લીધે લોકોએ કોઈપણ પ્રકારની લોન લીધી નથી. નવા વેપારો, ઘર, વિદેશ જવા પર અને એજ્યુકેશન જેવી લોનનુ પ્રમાણ ઘટ્યુ હતું. અમુક એવા કિસ્સા પણ બન્યા છે કે જેમાં લોન મંજૂર થવા પર પણ લોન લીધી ન હતી. સરકાર દ્રારા સ્વાસ્થ્ય માટે પણ સહયોગ આપવામાં આવતા બેન્કોમાં જમા થાપણનો ઉપયોગ ઘટ્યો છે.

વર્ક ફ્રોમ હોમથી નાણાકીય બચતમાં વૃદ્ધિ થઇ
સીએ અરૂણ નારંગે ક્યું કે, લોકડાઉનના લીધે બચત માટે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં નોકરિયાત વર્ગનામોટાભાગના લોકો ઘરેથી કામ કરે છે અથવા લોકડાઉનમાં ઘરે જતાં રહ્યા હતા. જેના કારણે તેમનો વધારાનો ખર્ચ બચ્યો છે. આઇટી, અને વિદેશી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવતા લોકોનો અડધાથી વધુ ખર્ચની બચત થઈ છે.

( Source – Divyabhaskar )