કોણ કહે છે ગુજરાતમાં મંદી છે? 74 મર્સીડીઝ, 6500 ટુ-વ્હીલર, 7 હજાર કાર મળી 9 કરોડનાં વાહન ખરીદ્યાં

કોણ કહે છે ગુજરાતમાં મંદી છે? 74 મર્સીડીઝ, 6500 ટુ-વ્હીલર, 7 હજાર કાર મળી 9 કરોડનાં વાહન ખરીદ્યાં

દશેરાના પર્વે મંદીના માહોલમાં પણ લોકોએ કાર અને ટુ- વ્હીલરની ખરીદી કરી હતી. ગુજરાતમાં લકઝયુરસ ગણાતી મર્સીડીઝ કંપનીની ૭૪ કારોનું વેચાણ થયુ હતુ. જેમાં મોટાભાગની મર્સીડીઝ કાર અમદાવાદમાં વેચાણ થઈ છે.

જો કે, મંદીના કારણે કારનું ૩૦ ટકા ઓછું વેચાણ થયું હોવાનું જાણવા મલે છે. ટુ-વ્હીલરમાં ૨૦ ટકા વેચાણ વધ્યુ છે. અમદાવાદ શહેરમાં આજે સાત હજારથી વધુ ટુ-વ્હીલર વેચાણ થયુ હતુ. જયારે અમદાવાદમાં ૭૦૦ જેટલી કારનું વેચાણ થયું હતુ. વાહનોનું આટલુ વેચાણ થવા પાછળ જાણકારો જણાવી રહ્યા છે દશેરાના તહેવારમાં કંપનીઓ દ્વારા કેટલીક સ્કીમો આપી હતી. જેના લીધે લોકો ખરીદી કરી છે.

અમદાવાદની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે ડિલરો છેલ્લા ત્રણ માસથી મંદીનો સામનો કરી રહ્યા છે. જેની સીધી અસર દશેરાના તહેવાર ઉપર ના પડે તે માટે ફોર વ્હીલર કારઅને ટુ-વ્હીલર કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટની ઓફરો સાથે વિદેશી ટુરો આપી હતી.

જેના પગલે અમદાવાદ શહેરમાંથી ૭૦૦ થી ફોર -વ્હીલર કાર અને ૭૦૦૦ થી વધુ ટુ-વ્હીલરનું વેચાણ થયુ હતુ. શહેરના કેટલાક ડિલરો અને એસોસીશન સાથે વાતચીત કરતા એવી માહિતી જાણવા મળી કે ગત્ત વર્ષની સરખામણીમાં આ વર્ષે કારમાં ૩૦ ટકા ઘટાડો છે. જયારે ટુ-વ્હીલરમાં ૨૦ ટકાનો વધારો થયો છે.

બીજી તરફ લકઝયુરસ ગણાતી મર્સીડીઝ કાર ગુજરાતમાં એક જ દિવસમાં ૭૪ વેચાણ થતા ફોર વ્હીલર કારના ડિલરોમાં ઉત્સાહ ફેલાયો છે. મંદીના લીધે આ વખતે વ્હીકલ્સના ધંધામાં અસર પડશે પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા આર્થિક સ્થિતિ સુધારવા માટે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોના કારણે ઓટો માર્કેટમાં ધરાકી ખુલ્લી છે અને આગામી દિવાળીના તહેવારમાં પણ ઓટો માર્કેટ સારૂ જ રહેશે.

જ્વેલર્સને પુષ્ય નક્ષત્ર, દીવાળી, લગ્નસરાની આશા ।

સોનામાં અસહ્ય વધારાને લીધે દશેરાના પર્વમાં નહીંવત ઘરાકી જોવા મળી હતી. જો કે વિવિધ જવેલર્સના જણાવ્યા મુજબ ધનતેરસ, પુષ્યનક્ષત્ર અને દિવાળી બાદ લગ્નની સીઝન આવતી હોવાથી બજારમાં ઘરાકી નીકશે. જયારે કેટલાક ગ્રાહકો દ્વારા આટલા ઉચા ભાવે અત્યારથી ઓર્ડરો આપવાનું ચાલુ કર્યુ હોવાનું જાણવી રહ્યા છે.

અમદાવાદ જવેલર્સ એસો.ના મિડીયા કન્વીનર આશિષ ઝવેરીએ જણાવ્યુ હતુ કે, આજે સોનાના ભાવમાં રૂ.૪૦૦નો ઉછાળા સાથે ભાવ રૂ.૩૯,૬૦૦ થઈ ગયો છે.જેના લીધે બજારમા ધરાકી દર વર્ષ કરતા ઓછી હતી. જો કે, આગામી દિવાળીના તહેવાર અને લગ્ની સીઝનમાં બજારમાં ધરાકી નીકળશે.