કેનેડામાં સુખી સંસાર માંડવો અમદાવાદની યુવતીને ભારે પડ્યો, પિતાએ ટિકીટ મોકલતા દીકરી માંડમાંડ ઘરે આવી

કેનેડામાં સુખી સંસાર માંડવો અમદાવાદની યુવતીને ભારે પડ્યો, પિતાએ ટિકીટ મોકલતા દીકરી માંડમાંડ ઘરે આવી

આજકાલ વિદેશોમાં પરણવાના અભરખા રાખનાર યુવતીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. હમણાંથી વિદેશ હોય કે દેશમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના બનાવો વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ ચાંદલોડીયા વિસ્તારને યુવતીએ લગ્ન કરીને કેનેડામાં સુખી સંસાર માંડવા પતિ સાથે કેનેડા ગઇ હતી. પરંતુ ત્યાં તેના પતિએ હેરાન પરેશાન કરતા પરિણીતાને કેનેડા ખાતે શેલ્ટર હોમમાં રહેવાની ફરજ પડી હતી. જો કે, તેની પાસે ઇન્ડીયા આવવા માટે એરટિકીટના પૈસા ન હોવાથી પરિણીતાના પિતાએ એરટિકીટ મોકલી હતી.

ત્યારબાદ પરિણીતા ઇન્ડીયા પરત આવી હતી. જો કે, સાસરિયા દ્વારા અવાર નવાર પરિણીતાને ત્રાસ આપતા વેસ્ટ મહિલા પોલીસ મથકે તેના પતિ દિપક, સસરા રાજેશ, સાસુ નિતાબહેન, દિયર હર્ષ અને નણંદ પ્રજ્ઞા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાવી છે. નોંધાનીય છે કે, કેનેડામાં પણ પરિણીતાએ તેના પતિ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ચાંદલોડીયામાં રહેતી મનિષાએ લગ્ન કર્યા તે વખતે તેના સસરાએ બિઝનેસમાં નુકસાન થયુ હોવાનુ કહીને રૂપિયા 10 લાખ મનિષાના પિતા પાસેથી લીધા હતા. લગ્ન બાદ મનીષા 2015માં પતિ સાથે કેનેડા ગઈ હતી. જ્યાં ઠંડી લાગતા પતિએ ગરમ કપડાં અપાવવાની ના પાડી પોતાના જુના જેકેટ પહેરવા જણાવ્યું હતું. પતિએ તારો એક રૃપિયાનો ખર્ચ હું નહીં ઉપાડું તારે જાતે જ બધુ કરવાનું. બાદમાં મનીષા ગર્ભવતી થતાં પતિએ બાળક રાખવાની ના પાડી ને દિયરે દવા મોકલી હતી. તે દવા પતિએ આપી ગર્ભ પડાવી નાખ્યો હતો.

જો કે, સાસુ અને નણંદ પતિ દિપકને મનિષાનો પગાર લઇ કહેતા હતા. જો કે, પગાર આપવાની મનિષાએ ના પાડતા પતિ મારઝૂડ કરતો હતો. બાદમાં પતિએ મનિષાના બેન્ક એકાઉન્ટમાં રહેલા 13400 ડોલર ઉપાડીને માત્ર ચાર ડોલર રહેવા દિઘા હતા. તેથી મનિષાએ કેનેડામાં પતિ વિરૃદ્ધ ફરીયાદ કરી હતી. પત્નિને કેનેડામાં શેલ્ટર હોમમાં રહેવુ પડયુ હતુ.

જો કે, તેના પિતાએ એરટિકીટ મોકલતા તે પરત ઇન્ડીયા આવી હતી. જો કે, થોડા સમય બાદ ફરીથી કેનેડા ડિસેમ્બર 2017માં અભ્યાસ અર્થે પરત ગઇ હતી. પતિએ સમાધાન કર્યા બાદ ફરીથી ઝધડો કરીને દહેજ પેટે રૂપિયા 10 લાખ માંગ્યા હતા. આથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.