કેનેડામાં ગુજરાતી પટેલ યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પરિવારે સાસરીયા પર લગાવ્યો ગંભીર આરોપ

કેનેડામાં ગુજરાતી પટેલ યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પરિવારે સાસરીયા પર લગાવ્યો ગંભીર આરોપ

કેનેડામાં 28 વર્ષીય ગુજરાતી યુવતી હિરલ પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બોરસદના પામોલની વતની અને લગ્ન બાદ હાલ કેનેડામાં રહેતી લાડકવાયીની લાશ મળ્યાના સમાચાર સાંભળતાં જ માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તો તેઓએ યુવતીની લાશ મળતાં સાસરીયાઓ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. યુવતીનું મોત નથી થયું પણ સાસરીયાઓએ જ તેની હત્યા કરી છે. જો કે આ મામલે કેનેડાની પોલીસે તપાસ શરૂ કરી છે. અને યુવતીનું અકસ્માતમાં મોત થયું છે કે તેની હત્યા થઈ છે તે મામલે તપાસ શરૂ કરી છે.

MISSING:
Heeral Patel, 28
– Last seen Jan 11, 11 pm, Islington Av + Steeles Av W
– 5’2, 110, light complexion, thin build, brown eyes, long black hair
– Black jacket, grey pants, black/white knapsack#GO78728
^dh pic.twitter.com/o8e77YlS7o

— Toronto Police Operations (@TPSOperations) January 12, 2020

આ મામલે કેનેડાના ટોરન્ટોની પોલીસે 13 જાન્યુઆરીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર હિરલ પટેલ ગુમ હોવાની ટ્વીટ કરી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, હિરલ પટેલ, 28, ગુમ છે. તે છેલ્લે 11 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યે ઈસલિંગ્ટન+સ્ટીલ્સની વચ્ચે જોવા મળી છે. આ ઉપરાંત તેના કયા કપડા અને શારીરિક બાંધાનો ઉલ્લેખ કર્યો હતો.

બોરસદના પામોલની વતની યુવતી હિરલ પટેલનાં લગ્ન બોરસદના જ કિંખલોડ ગામના યુવાન સાથે સાથે થયા હતા. અને છેલ્લા ત્રણ વર્ષથી યુવતી પોતાના પતિ સાથે કેનેડામાં રહેતી હતી. લગ્નના શરૂઆતના મહિનાઓમાં યુવતીઓને કોઈ પરેશાનીનો સામનો કરવો પડ્યો ન હતો. પણ છેલ્લા એક વર્ષથી સાસરીયાઓ તરફથી યુવતીને સતત ત્રાસ મળી રહ્યો હતો તેવું યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત પરિણીતાના પરિવારજનોએ સાસરીયાઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. પરિવારજનોએ કહ્યું કે, યુવતીને ત્રાસ આપતાં સાસરીયાઓએ જ તેની હત્યા કરી છે. આ કોઈ અકસ્માત નથી, પણ તેની હત્યા કરવામાં આવી છે. જો કે આ મામલે કેનેડાની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને બોરસદની યુવતીની હત્યા કરવામાં આવી છે કે પછી અકસ્માતે તે મોતને ભેટી છે તે મામલે તપાસ શરૂ કરી છે.