કેનેડાની યોજના:3 વર્ષમાં 12 લાખ ઇમિગ્રન્ટ્સને પોતાને ત્યાં લાવવાનું આયોજન, સ્કિલ્ડ વર્કર અને તેમના પરિવારો તથા શરણાર્થીને પ્રાધાન્ય

કેનેડાની યોજના:3 વર્ષમાં 12 લાખ ઇમિગ્રન્ટ્સને પોતાને ત્યાં લાવવાનું આયોજન, સ્કિલ્ડ વર્કર અને તેમના પરિવારો તથા શરણાર્થીને પ્રાધાન્ય

કેનેડા આગામી ત્રણ વર્ષમાં પોતાને ત્યાં 12 લાખ ઇમિગ્રેન્ટ્સને લાવવાની યોજના બનાવી રહ્યું છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્કો મેન્ડિસિનોએ કહ્યું કે તેમાં સ્કિલ્ડ વર્કર, તેમના પરિવારના સભ્યો અને શરણાર્થીઓનો સમાવેશ થાય છે. 2021માં 4.01 લાખ, 2022માં 4.11 લાખ અને 2023માં 4.21 લાખ ઇમિગ્રેન્ટ્સને મંજૂરી આપવામાં આવશે. માર્કોએ કહ્યું કે કોવિડ-19ને કારણે જે ઘટ ઊભી થઈ છે તે આ દ્વારા ભરપાઈ કરાશે. માર્કોએ ઉમેર્યું કે તેમને સ્કિલ્ડ વર્કરની જરૂર છે. અને આ જરૂરિયાત ઇમિગ્રેન્ટ્સ દ્વારા જ ભરપાઈ થઈ શકે તેમ છે. ઇમિગ્રેન્ટ્સથી વસતી અને આર્થિક વિકાસને ગતિ મળે છે. આરોગ્ય ક્ષેત્રમાં તેમનો મહત્ત્વનો ફાળો હોય છે. કેનેડાના આરોગ્ય ક્ષેત્રમાં 25 ટકા સ્ટાફ ઇમિગ્રેન્ટ્સ છે.