કુંભમેળાનું આયોજન 14 જાન્યુઆરીથી હરિદ્વારમાં થશે, જાણો શાહી સ્નાનની તારીખ અને મુહૂર્ત

કુંભમેળાનું આયોજન 14 જાન્યુઆરીથી હરિદ્વારમાં થશે, જાણો શાહી સ્નાનની તારીખ અને મુહૂર્ત

હિંદુ ધર્મમાં કુંભ મેળાનું વિશેષ મહત્વ છે. આ મેળામાં કરોડો તીર્થયાત્રી ભાગ લે છે. આ મેળામાં કરોડો તીર્થયાત્રી ભાગ લે છે. તેને દૂનિયાનું સૌથી મોટું ધાર્મિક સંમેલન પણ કહેવામાં આવે છે. આ વખતે કુંભ મેળાનું આયોજન 14 જાન્યુઆરીથી હરિદ્વારમાં થવા જઈ રહ્યું છે. મકરસંક્રાંતિના દિવસે કુંભ સ્નાનનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

કુંભ મેળાના પ્રમુખ સ્નાન

આ વખતે મેળામાં 6 પ્રમુખ સ્નાન છે. જેમાં પહેલું સ્નાન મકરસંક્રાંતિના દિવસે થશે. સ્નાન સિવાય મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય જેવા કામનું પણ વધારે મહત્વ રહેલું છે. કુંભનું બીજુ સ્નાન 11 ફેબ્રુઆરીએ મૌની અમાસે થશે. ત્રીજુ સ્નાન 16 ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે થશે. ચોથુ સ્નાન 27 ફેબ્રુઆરીએ  માઘ પૂર્ણિમાની તિથિએ થશે. પાંચમુ સ્નાન 13 એપ્રિલે ચૈત્રી શુક્લ પ્રતિપદાએ થશે. અને છઠ્ઠુ સ્નાન 21 એપ્રિલે રામ નવમીના દિવસે થશે. જોકે કુંભ મેળામાં સ્નાન માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજીયાત છે.

 શાહી સ્નાનની તારીખો

કુંભમાં શાહી સ્નાનના સમયનું પણ ખાસ મહત્વ છે. આ વખતે કુંભનું શાહી સ્નાન હરિદ્વારમાં થશે. માન્યતા છે કે શાહી સ્નાન જો શુભ મૂહુર્તમાં કરવામાં આવે તો વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ મુહૂર્ત સવારે અંદાજીત 4 વાગ્યે શરૂ થઈ જાય છે. આ વખતે કુંભમાં 4 શાહી સ્નાન છે.  

 પહેલું શાહી સ્નાન : 11 માર્ચ શિવરાત્રી

બીજુ શાહી સ્નાન : 12 એપ્રિલ સોમવતી અમાસ

ત્રીજુ શાહી સ્નાન : 14 એપ્રિલ મેષ સંક્રાંતિ

ચોથુ શાહી સ્નાન : 27 એપ્રિલ વૈસાખી પૂર્ણીમા

( Source – Sandesh )