કાશ્મીર છોડી પહેલા ચીનની કસ્ટડીમાં રહેલા મુસલમાનોની ચિંતા કરે પાકિસ્તાન: અમેરીકા

કાશ્મીર છોડી પહેલા ચીનની કસ્ટડીમાં રહેલા મુસલમાનોની ચિંતા કરે પાકિસ્તાન: અમેરીકા

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનની અફવા ફેલાવી રહેલા પાકિસ્તાને અમેરીકાએ સલાહ આપી છે કે, પાકિસ્તાન ચીનમાં ગેરકાયદે કસ્ટડીમાં રહેલા મુસલમાનોની ચિંતા પહેલા કરે. અમેરીકાની દક્ષિણ અને મધ્ય એશિયા મામલાના મંત્રી એલિસ જી વેલ્સે કહ્યું કે, ચીનમાં મુસ્લીમોની સ્થિતી ખરાબ છે. તેમને નજરબંધ શિબિરોમાં રાખવામાં આવી રહ્યાં છે, પરંતુ પાકિસ્તાનને તેના પર કોઈ ચિંતા વ્યક્ત નથી કરતું.

તેમણે કહ્યું કે, પાકિસ્તાને આ મામલે વધારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ કારણ કે ત્યાં માનવાધિકારનું ઉલ્લંઘન વધારે છે. અમેરીકાએ સંયક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીન દ્વારા મુસલમાનોને નજરબંધ શિબિરોની ભયાનક યાતનાનો મામલો ઉઠાવ્યો. તેમણે કહ્યું, સમગ્ર ચીનમાં મુસલમાનોની સ્થિતી સૌથી ખરાબ છે. તેમને જબરદસ્તીથી યાતના શિબિરોમાં રાખવામાં આવે છે. તેમને ધાર્મિક આઝાદી આપવામાં નથી આવી રહી. અમે ભવિષ્યમાં પણ આ મુદ્દાને વારંવાર ઉઠાવતા રહીશું.

નોંધનીય છે કે, ચીનના પશ્ચિમ પ્રાંતમાં શિનજિયાંદગમાં ચીન અને ત્યાંના સ્થાનિક ઉઈગુર કે વીગર જનજાતિ સમુદાય વચ્ચેના સંઘર્ષનો ઈતિહાસ ખૂબ જ જુનો છે. વર્ષોની આ વિસ્તાની અર્થવ્યવસ્થા કૃષિ અને વ્યાપાર કેન્દ્રીત રહી છે. વીસમી સદીની શરૂઆતમાં વીગરોએ થોડાં સમય માટે પોતાને આઝાદ જાહેર કરી દીધાં હતાં. આ વિસ્તાર પર કોમ્યૂનિસ્ટ ચીને 1949માં સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લીધું હતું. તિબ્બતની જેમ જ શિનજિયાંગ પણ સત્તાવારરીતે સ્વાયત ક્ષેત્ર છે.

ચીનના આ મુસલમાનો માટે ઈસ્લામિક દેશો તે માટે ચૂપ છે કારણ કે, તેઓ ચીનની નજરમાં ખરાબ બનવા નથી માંગતા. જ્યારે પાકિસ્તાન જેવા દેશની અર્થવ્યવસ્થા જ ચીનના સહારે ચાલી રહી છે. આ સિવાય બાકીના અન્ય ઈસ્લામિક દેશોને ચીન સાથે વ્યાપારિક સંબંધ છે. જો આ દેશો આ ચીનના મુસલમાનોની તરફેણમાં કંઈ કહે તો બની શકે કે ચીન તેની વિરુદ્ધ થઈ જાય અને તેને આપવામાં આવી રહેલી મદદ પર રોક લગાવી દે. આ દેશો આ મુદ્દાને ચીનનો આંતરિક મામલો ગણાવી રહ્યાં છે.