કાશ્મીરના દિગ્ગજ નેતાએ કર્યો દાવો, ભગવા જર્સીના લીધે જ ટીમ ઇન્ડિયા હારી

કાશ્મીરના દિગ્ગજ નેતાએ કર્યો દાવો, ભગવા જર્સીના લીધે જ ટીમ ઇન્ડિયા હારી

વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની સામે મુકાબલામાં ટીમ ઇન્ડિયાની હાર થઇ છે. આ વર્લ્ડકપમાં ભારતની આ પહેલી હાર છે. જો કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી એ ભારતની હાર માટે ભગવા જર્સીને જવાબદાર ગણાવ્યા છે.

આ મુકાબલામાં ભારતની હાર બાદ મુફ્તીએ ટ્વિટ કરી કહ્યું કે તમે મને અંધવિશ્વાસી કહી શકો છો, પરંતુ આ જર્સીએ વર્લ્ડ કપમાં ભારતની જીતનો સિલસિલો રોકી દીધો છે. આપને જણાવી દીધી કે ઇંગ્લેન્ડની વિરૂદ્ધ 338 રનના લક્ષ્યોનો પીછો કરવા ઉતરેલ ટીમ ઇન્ડિયા 31 રનથી આ મેચ હારી ગયું. આ મેચમાં ભારતીય ટીમ ભગવા રંગની જર્સી પહેરીને રમવા ઉતરી હતી.

ત્યાં નેશનલ કોન્ફરન્સ લીડર તથા પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ ટીમ ઇન્ડિયાની હાર પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ઉમરે કહ્યું કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની જગ્યાએ જો આપણી સેમીફાઇનલની ટિકિટ દાવ પર લાગી હોત તો ત્યારે પણ શું ટીમ ઇન્ડિયા આવી જ બેટિંગ કરત?

…એટલા માટે બદલાયો જર્સીનો રંગ 
અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ બંને ટીમોના ખેલાડીઓની જર્સી વાદળી રંગની છે. આઇસીસીના નિયમો પ્રમાણે કોઇપણ આ મેચમાં જેનું પ્રસારણ ટીવી પર થાય છે, બંને ટીમો એક જ રંગની જર્સી પહેરીને ઉતરી શકતી નથી. આ નિયમ ફૂટબોલના ‘હોમ અને અવે’ મુકાબલામાં પહેરાતી જર્સીથી પ્રેરિત થઇને બનાવ્યો છે.

આ મેચમાં ભારતની તરફથી રોહિત શર્મા (102)એ સદી અને કેપ્ટન વિરાટ કોહલી (66)એ હાફ સેંચુરી બનાવી હતી. આ બંને બાદ હાર્દિક પંડ્યા (45)એ થોડીક કોશિષ ચોક્કસ કરી પરંતુ તેના સિવાય બીજો કોઇપણ બેટસમેન જરૂરિયાત પ્રમાણે બેટિંગ કરી શકયું નહીં. હાલના વર્લ્ડ કપમાં આ ટીમ ઇન્ડિયાની પહેલી હાર છે. એટલું જ નહીં 1992 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે પહેલી વખત હારી છે. આની પહેલાં 27 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડે 1992મા રમાયેલ વર્લ્ડ કપ મુકાબલામાં ભારતને અંતમાં માત આપી હતી. ઇંગ્લેન્ડની ભારત પર આ જીતથી પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની આશા પર કેટલાંક અંશે ઝાટકો લાગ્યો છે.