કરોડો દેશવાસીઓને મોટી રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર, ઘડી કાઢ્યો ‘પ્લાન’

કરોડો દેશવાસીઓને મોટી રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર, ઘડી કાઢ્યો ‘પ્લાન’

આવનાર સમયમાં દેશવાસીઓને મોંઘી દવાઓમાંથી રાહત મળી શકે છે. ઘરેલુ દવા ઉદ્યોગ અને કારોબારીઓએ પ્રાઈસ કન્ટ્રોલ બહારની દવાઓ પર ટ્રેડ માર્જિન 30 ટકા રાખવાના કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ સ્વીકારી લેતા દેશમાં લગભગ 80 દવાઓની કિંમત ઘટશે. શુક્રવારે ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટર, ફાર્મા, લોબી ગ્રૂપ અને ઉદ્યોગ સંગઠનોની વચ્ચે થયેલ દરખાસ્ત પર સહમતી સધાઈ છે.

ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ દીપનાથ રોય ચૌધરીએ કહ્યું કે ટ્રેડ માર્જિનના રેશનલાઈઝેશનમાં અમને કોઈ પરેશાની નથી. કેન્સરની દવાઓ પર પણ ટ્રેડ માર્જિનને 30 ટકા ફિક્સ કરાયું છે. તમામ ભારતીય અને બહુરાષ્ટ્રીય ફાર્મા લોબી 30 ટકાની ઉપરની સીમા સાથે સહમત હતા. તેમણે કહ્યું કે આ માર્જિન સ્ટોકિસ્ટોના પ્રાઈસના 43 ટકા માર્ક અપ બરાબર છે.

સન ફાર્મા, સિપ્લા અને લ્યૂપિન જેવી મોટી ફાર્મા કંપનીઓ પર અસર પડશે. કારણ કે તેને મેક્સિમમ રિટેલ પ્રાઈસમાં ઘટાડો કરવો પડશે. મેનકાઈન્ડ ફાર્માના ચેરમેન આરસી જુનેજાએ ટ્રેડ માર્જિનને 30 ટકા ફિક્સ કરવાના પ્રસ્તાવને ઉપભોક્તાઓ માટે નફાકારક ગણાવીને કહ્યું કે તેનાથી દવા ઉદ્યોગને વેગ મળશે.

ફિલિપ કેપિટલ ફાર્માના એનાલિસ્ટ સૂર્ય પાત્રાએ કહ્યું કે પ્રાઈસ કન્ટ્રોલ બહારની દવાઓ પર 30 ટકાનું ટ્રે.ડ માર્જિન પહેલેથી ચલણમાં છે તેમાં રિટેલરનું 20 ટકા અને હોલસેલરનું 10 ટકા માર્જિન હોય છે તેથી નવા પ્રસ્તાવ લાગુ પડતા દવાઓના ભાવમાં વધારે ઘટાડો નહીં આવે. દવા કંપનીઓ જે કિંમતે સ્ટોકિસ્ટને માલ વેચતી હોય છે અને જે ભાવ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે તેની વચ્ચેના અંતરને ટ્રેડ માર્જિન કહેવાય છે.