કદાચ ભારતમાં કોરોનાની વેક્સીનની જરૂર જ નહીં પડે : AIIMSના ડાયરેક્ટરનું મહત્વનું નિવેદન

કદાચ ભારતમાં કોરોનાની વેક્સીનની જરૂર જ નહીં પડે : AIIMSના ડાયરેક્ટરનું મહત્વનું નિવેદન

શિયાળા (Winter) ની શરૂઆત સાથે જ અમેરિકા (America) સહિત ભારત (India)માં કોરોના વાયરસ (Corona Virus)ના કેસમાં ભારે વધારો નોંધાયો છે. દુનિયાભરમાં કોરોનાની વેક્સીન (Corona Vaccine)ની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ(All India Institute of Medical Sciences-AIIMS) ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ અલગ જ નિવેદન આપ્યું છે.

ગુલેરિયા (Randeep Guleriya) એ કહ્યું છે કે, કોરોના વાયરસ (Corona Virus)ના વધતા પ્રકોર બાદ આપણે એક એવી સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યારે હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) આવી જશે અને ત્યારે રસીની પણ જરૂર નહીં પડે. એમ્સના ડાઈરેક્ટર (AIIMS Director) રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ એક ખાસ વાતચીતમાં આમ કહ્યું હતું.

દિવાળીના તહેવાર અને માસ્ક તેમન સોશિયલ ડિસ્ટેંસિંગમાં લોકોની બેદરકારીને લઈને ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, તેના બે પહેલુ છે. એક તો એ કે રસી જલદી આવી જાય. જો આવી પણ ગઈ તો સૌથી પહેલા વધુ જોખમવાળા સમૂહને તે આપવામાં આવશે. એવા લોકો કે જેમનામાં ઈન્ફેક્શનની શક્યતા ખુબ વધારે છે. તેનાથી આપણને મહામારીને કાબૂમાં લેવામાં મદદ મળશે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે.

બીજુ એ કે આ દરમિયાન એક સમય એવો પણ આવશે કે જ્યારે આપણે હર્ડ ઈમ્યુનિટી મેળવી લઈશું. લોકો પણ મહેસૂસ કરશે કે તેમનામાં ઈમ્યુનિટી આવી ગઈ છે. આવી સ્થિતિમાં રસીની જરૂર નહીં પડે. જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ પરિવર્તન નહીં આવે તો રસીની જરૂર પડશે કારણ કે ફરીથી સંક્રમણનું જોખમ રહેશે. તેમણે કહ્યું હતું કે, જો વાયરસ મ્યૂટેટ નહીં થાય અને તેનામાં કોઈ ફેરફાર નહીં આવે તો લોકો કદાચ રસી મૂકાવવા અંગે ફરીથી ન પણ વિચારે અને આ કારણે રસીની જરૂરિયાત ઓછી રહી શકે છે.

આ ઘરઘથ્થુ ઉપાય પણ મહત્વના

તેમણે કહ્યું હતું કે, સરકાર મોટા પાયે કોવિડ-19 ક્લિનિક વિક્સિત કરવા પર આક્રમક રીતે કામ કરી રહી છે. જિલ્લા સ્તરે અને મેડિકલ કોલેજોમાં કામ ચાલી રહ્યું છે જ્યાં લોકોને મદદ કરવામાં આવી રહી છે. અહીંથી જ લોકોને ધ્યાન, યોગ કરવાની સલાહ અપાય છે. આ એક વ્યાપક યોજના છે જેમાં એલોપેથિક, યોગ અને આયુર્વેદિક દવાઓથી સારવાર થાય છે.