ઓનલાઈન હાજરીથી ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખૂલી, ચાલુ નોકરીએ વિદેશમાં થયા હતા સ્થાયી

ઓનલાઈન હાજરીથી ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખૂલી, ચાલુ નોકરીએ વિદેશમાં થયા હતા સ્થાયી

ગુજરાત સરકારની ઓનલાઈન હાજરીનો ગુજરાતભરના શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા. પણ ઓનલાઈન હાજરીને કારણે ગુજરાતના ગુલ્લીબાજ શિક્ષકો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓનલાઈન હાજરીથી ગુજરાતમાં 39 શિક્ષકો એવા ઝડપાયા છે કે, જે ચાલુ નોકરીએ વિદેશ સ્થાયી થઈ ગયા હતા. આ તમામ શિક્ષકોને ડિસમિસ કરવામાં આવ્યા છે.

વર્ષ 2019ના ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં ઓનલાઈન હાજરીમાં કુલ 411 ગુલ્લીબાજ શિક્ષકો ઝડપાયાં હતા. જેમાં આગોતરી જાણકારી વિના જ વિદેશ ભાગી ગયેલાં 39 શિક્ષકોને કાયમી ધોરણે ડિસમિસ કરાયા છે. જે-તે પ્રાથમિક શિક્ષણાધિકારીને અવગત કર્યા વિના જ આ શિક્ષકો વિદેશ ભાગી ગયા હોવાનો ખુલાસો થયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સત્તાની રૂએ તમામ 39 શિક્ષકોને કાયમી ધોરણે ડિસમિસ કર્યા છે.

જાણો ક્યા જિલ્લાના કેટલાં શિક્ષકોને બરતરફ કરાયા

-અમદાવાદ જિલ્લો- 2
-મહેસાણા- 3
-અમરેલી, નવસારી, વડોદરા, જામનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ કોર્પોરેશન-1
-ખેડા- 5
-દ્વારકા-2
-પાટણ-5
-દાહોદ- 2
-ભાવનગર- 3
-કચ્છ-3
-આણંદ- 7