એલર્ટ / કોરોના ફેલાતો ગયો તો મે મહિના સુધીમાં ભારતમાં 2 લાખથી વધુ વેન્ટિલેટરની જરૂર

એલર્ટ / કોરોના ફેલાતો ગયો તો મે મહિના સુધીમાં ભારતમાં 2 લાખથી વધુ વેન્ટિલેટરની જરૂર

કેન્દ્ર સરકારે 47 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 316 આવી ગયા છે, એપ્રિલમાં 8 હજાર આવશે

નવી દિલ્હી. દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધવા સાથે વેન્ટિલેટર્સની જરૂરિયાત પણ વધશે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતાં મે સુધીમાં ઓછામાં ઓછા 2 લાખ વેન્ટિલેટરની જરૂર પડશે પણ દેશમાં હાલ અંદાજે 55 હજાર વેન્ટિલેટર જ છે. અંદાજ છે કે કોરોનાના કેસો મહત્તમ હશે ત્યારે 15 મે સુધીમાં દેશને 1.10 લાખથી 2.20 લાખ વેન્ટિલેટરની જરૂર પડશે. 
20 કંપનીઓ 4 કરોડ માસ્ક બનાવશે
20 કંપની મળીને વાર્ષિક અઢી કરોડ માસ્ક બનાવતી હતી. હવે આ ક્ષમતા 4 કરોડની કરી દેવાઇ છે. દર મહિને 6 લાખ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વેન્ટિલેટર કે અન્ય કોઇ મેડિકલ ડિવાઇસના ભાવમાં કંપની ગત વર્ષની તુલનાએ 10 ટકાથી વધુ વધારો નહીં કરી શકે.