એડવાઈઝરી / અમેરિકાની વિમાન કંપનીઓને સલાહ-પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ ન કરો;આતંકી હુમલાનું જોખમ

એડવાઈઝરી / અમેરિકાની વિમાન કંપનીઓને સલાહ-પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ ન કરો;આતંકી હુમલાનું જોખમ

  • અમેરિકન એવિએશન રેગુલેટરે કહ્યું- ઓછી ઊંચાઈ પર ઉડી રહેલા વિમાન સિવાય ઉડાન માટે તૈયાર અથવા લેન્ડિગ કરી રહેલી ફ્લાઈટ્સને પણ જોખમ 
  •  ભારતે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી એરસ્પેસ ખોલવાની મંજૂરી માંગી હતી, ઈમરાન સરકારે મંજૂરી આપી ન હતી

વોશિંગ્ટનઃ અમેરિકના ઉડ્ડયન વિભાગના જણાવ્યા પ્રમાણે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને(એફએએ)તેમની વિમાન કંપનીઓ અને પાયલટને સૂચન આપી કહ્યું કે, તેઓ પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ ન કરે. FAAએ આ માટે ગુરુવારે એક મોચિસ ફોર એરમેન(નોટામ)જાહેર કરી કહ્યું હતું કે, પાકિસ્તાની એરસ્પેસમાં કટ્ટરપંથી અથવા આતંકી સંગઠન અમેરિકન ફ્લાઈટ્સ પર હુમલો કરી શકે છે. આ નોટામ માત્ર અમેરિકન એરલાઈન્સ અને તેમના પાયલટ્સ પર લાગુ થશે.

અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમેરિકાના નાગરિક ઉડ્ડયન, એરપોર્ટ્સ અને વિમાન પર આતંકી હુમલાનું જોખમ છે. નોટામ પ્રમાણે, પાકિસ્તાનમાં ઓછી ઊંચાઈએ ઉડી રહેલા વિમાન સિવાય ઉડાન માટે તૈયાર અથવા લેન્ડ થઈ રહેલી ફ્લાઈટ્સ પર સૌથી વધારે જોખમ છે. ગુપ્ત જાણકારી પ્રમાણે, અત્યાર સુધી તેના પૂરતા પુરાવા નથી કે પાકિસ્તાનમાં ‘મૈન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ’નો ઉપયોગ તેની ફ્લાઈટ્સને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો છે , પણ પાકિસ્તાનમાં ઘણા આતંકી સંગઠનોની પહોંચ ‘મૈન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ’સુધી થઈ ગઈ છે. શક્ય છે કે આતંકી પાકિસ્તાની એરલાઈન્સને તેના દ્વારા નિશાન બનાવી શકે છે.

પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કર્યું હતું
પાકિસ્તાને 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત માટે તેનું એરસ્પેસ બંધ કરી દીધું હતું. તેના પાંચ મહિના બાદ તેને 16 જૂલાઈએ તેને ખોલી દીધો હતો. પાકિસ્તાને ભારતને ઓક્ટોબર 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાનું એરસ્પેસ ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.