એક સમયે ડોલમાં રસગુલ્લા વેંચનારા આ કાકા આજે 2000 કરોડના માલિક

એક સમયે ડોલમાં રસગુલ્લા વેંચનારા આ કાકા આજે 2000 કરોડના માલિક

પરિવારમાં 130 સદસ્ય અને દરેક લોકો એક જ પરિવારિક વેપારમાં.. સાંભળવામાં હેરાની થશે પરંતુ આ સત્ય છે અને આટલા મોટા પરિવારને સાથે રાખવાની જવાબદારી ઉઠાવી છે કાકાના નામથી પ્રખ્યાત 83 વર્ષના લાલા કેદારનાથ અગ્રવાલે…કેદારનાથ પ્રખ્યાત મિઠાઇ અને રેસ્ટોરન્ટ ‘બીકાનેરવાલા’ના પ્રમુખ છે. કેદારનાથ 1955માં રાજસ્થાનના બીકાનેરથી મોટા ભાઇ સત્યાનારાયણ અગ્રવાલની સાથે દિલ્હી આવ્યા હતા અને બસ દિલ્હીમાં રહી ગયા.

ખાસ વાત એ છે કે આજની તારીખમાં કાકાના પરિવારમાં 130 સદસ્ય અને દરેક લોકો પરિવારના પૂર્વજોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કાકાના પાંચ ભાઇ અને એક બહેન છે. તેમના ભાઇઓમાં તે સૌથી નાના છે. મોટા પાંચ ભાઇના મૃત્યુ થઇ ગયા ગયા છે. બે ભાઇના છોકરાઓ છોડીને તો બાકી ચારના ભાઇના છોકરાઓ આ એક બિઝનેસમાં છે. આ વેપારની સ્થાપના 1955માં રાખવામાં આવી હતી. જ્યારે તે અને ભાઇ સત્યનારાયણ કલકત્તા અને મુંબઇથી જૂની દિલ્હી આવ્યા હતા.

શરૂઆતમાં ડોલમાં ભરીને રસગુલ્લા વેચ્યા

કેદારનાથે જણાવ્યું કે જૂની દિલ્હીમાં અમે બન્ને બાઇ સંતલાલ ખેમકા ધર્મશાળામાં રોકાયા હતા. તે સમય માત્ર ત્રણ દિવસ માટે જ ધર્મશાળામાં રોકાઇ શકતા હતા. પરંતુ અમે બીકાનેરથી એક જાણકારથી એક મહિના સુધી ધર્મશાળામાં રોકાવાની ભલામણ ચિઠ્ઠી લખાવીને લાવ્યા હતા. શરૂઆતમાં અમે બન્ને ભાઇઓએ ડોલમાં ભરીને બીકાનેર રસગુલ્લા અને કાગળમાં બાંધીને બીકાનેર સીંગભજીયા અને નમકીન વેચ્યા.

જલદી જ અમે દિલ્હીમાં પરાઠા વાળી ગલીમાં એક દુકાન ભાડે લીઘી અને બીકાનેરથી કારીગર પણ બોલાવ્યોય તે બાદ નવા રસ્તા પર એક તિજોરી મળી. ત્યાં અમે દિલ્હીના લોકોને સૌથી પહેલા મગની દાળનો હવો ચખાડ્યો. શુદ્ધ દેશી ઘીથી બનેલા હલવાને લોકોએ ખૂબ પસંદ કર્યો. તે બાદ મોતી બજારત ચાંદની ચોકમાં જ એક દુકાન ભાડે મળી ગઇ. તે સમયે દિવાળી આવી ગઇ અને અમારી મિઠાઇ તેમજ નમકીન ખૂબ વેંચાયા. ગ્રાહકોની લાઇન લાગતી હતી.

આ રીતે પડ્યું બીકાનેર વાલા નામ

શૂરૂમાં અમારું ટ્રેડ માર્ક હતુ BBB એટલે બીકાનેર ભુજિયા ભંડાર. પરંતુ થોડીક દિવસો બાદ સૌથી મોટા ભાઇ જુગલ કિશોર અગ્રવાલ દિલ્હી આવ્યા તો તેમણે કહ્યું કે આ શુ નામ રાખ્યું છે. અમે તો તમને અંહી બીકાનેરનું નામ રોશન કરવા માટે મોકલ્યા હતા. તે બાદ નામ રાખ્યું બીકાનેર વાલા અને 1956થી આજ સુધી ‘બીકાનેરવાલા’ જ ટ્રેન્ડ માર્ક બનેલું છે. કાકાના પરિવારમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. દરેક લોકો પરણિત છે અને તેમના બાળકો છે. પુત્રમાં સૌથી મોટા રાધેમોહન અગ્રવાલ (59), બીજા નંબર પર નવરત્ન અગ્રવાલ (55) અને ત્રીજા નંબપ પર રમેશ અગ્રવાલ (52) વર્ષના છે. આ લોરો આજ વેપારમાં છે.

દિલ્હીમાં નવા રસ્તાથી શરૂ કર્યું નવું કામ

‘બીકાનેરવાલા’નું દિલ્હીમાં સૌથી પહેલું ઠેકાણું 1956માં નવા રસ્તા પર થયું. 1962માં મોતી બજારમાં એક દુકાન ખરીદી. તે બાદ કરોલ બાદમાં 1972-73માં તે દુકાન ખરીદી. જે હવે દેશ-દુનિયામાં બીકાનેરવાલાની સૌથી જુની દુકાન તરીકે ઓળખવામાં આવે છે. કાકાએ જણાવ્યું કે જ્યારે તે લોકો ચાંદની ચોકમાં રહેતા હતા ત્યારે તેમણે એમ્બેસેડર કાર ખરીદી હતી.

આખા જૂના દિલ્હીમાં અમૂક લોકોની પાસે જ કાર હતી. તે બાદ જ્યારે ફિએટનો જમાનો આવ્યો તો તે કાર લીધી. એટલે સમયની સાથે આગળ વધવાની કોશિશ કરી. પરિવાને ફરવાનો ખૂબ શોખ છે. નવરત્ન અગ્રવાલ જણાવે છે કે તે આખી દુનિયા ફરી ચૂ્કયા છે. જોકે, પરિવારમાં દરેક મોટા નિર્ણય પિતાજી એટલે કે કાકાના ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ લેવામાં આવે છે.

બીકાનેરના 200થી વધારે આઉટલેટ્સ

આજે દેશ અને દુનિયામાં ‘બીકાનેરવાલા’ અને ‘બીકાનો’ના નામથી 200થી વધારે આઇટલેટ છે. અમેરિકા, દુબઇ, ન્યુઝીલેન્ડ, સિંગાપુર, નેપાલ સહિતના દેશોમાં પણ બીકાનેરવાલા પહોંચી ગાય છે. કાકા જણાવે ચે કે આજે બે હજાર કરોડથી વધારેનું ટર્નઓવર છે.

નવરત્ન અગ્રવાલનું કહેવું છે કે દરેક આઉટલેટ્સમાં એક હજારથી વધારે સ્ટાફ રાખેલો છે. 130 લોકોનો અમારો આ પરિવાર કરોલ બાગ, પંજાબી બાગ, રાજૌરી ગાર્ડન, પીતમપુરા, હૈદરાબાદ, અમદાવાદ અને દુબઇમાં ઘર બનાવીને રહે છે. પરંતુ પરિવારની ખાસ વાત એ છે કે દરેક હોળી તેમની સાથે મનાવે છે. જીટી કરનાલ વાળા ફાર્મ હાઉસમાં જ્યાં પરિવારના લોકો ગુલાલથી હોળી રમે છે. પરિવારમાં 40થી વધારે કાર અને નોકરોની આખી પલટન છે. પરંતુ સાદગીથી જીવવી આ લોકોને સારી લાગે છે.