એક ઓક્ટો.થી બેંકોને ફરજિયાતપણે લોનના વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડવા પડશે: RBI

એક ઓક્ટો.થી બેંકોને ફરજિયાતપણે લોનના વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડવા પડશે: RBI

– રેપો રેટમાં 0.85 ટકાના ઘટાડા સામે બેંકો દ્વારા વ્યાજ દરમાં 0.30 ટકાનો ઘટાડો

– રેપો રેટમાં ઘટાડોનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચતો ન હોવાથી RBIનો તમામ બેંકોને આદેશ

મુંબઇ, તા. 4 સપ્ટેમ્બર 2019, બુધવાર

આરબીઆઇએ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે તે એક ઓક્ટોબરથી હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોનની સાથે એમએસએમઇ સેક્ટર માટેની નવા પરિવર્તનશીલ   વ્યાજ દર વાળી લોન પરના વ્યાજ દરોને રેપો રેટથી લિંક કરે. આ ઉપરાંત રેપો જેવા બાહ્ય બેન્ચમાર્ક હેઠળ વ્યાજ દોરમાં ત્રણ મહિનાની અંદર ઓછામાં ઓછો એક વખત ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ેજો કે ૬થી વધુ બેંકાએે અગાઉથી જ પોતાની લોનના દરોને રેપો રેટ સાથે લિંક કરી લીધા છે.

રિઝર્વ બેંકે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોન લેનાારી કંપનીઓ અને લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે બેંકો આરબીઆઇ દ્વારા કરવામાં આવતા રેપો રેટમાં ઘટાડોનો સંપૂર્ણ લાભ અમને આપતી નથી. 

આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ કારણોસર વર્તમાન માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(એમસીએલઆર) ફ્રેમવર્ક હેઠળ ેઆરબીઆઇ દ્વારા રેપો રેટમાં કરવામાં આવતા ફેરફારને બેંકોના રેટ સાથે જોડવાનું કાર્ય સંતોષકારક રીતે થઇ રહ્યું નથી. 

આ તમામ પરિસ્થતિઓને ધ્યાનમાં રાખીને એક ઓક્ટોબર, ૨૦૧૯થી બેંકો માટે પર્સનલ, રિટેલ સહિતની તમામ લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે સાંકળી લેવા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 

૨૦૧૯માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ૧૧૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે પણ બેંકોએ લોનધારકોને માત્ર ૪૦ બેઝિસ પોઇન્ટનો લાભ આપ્યો છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં અત્યાર સુધીમાં ૦.૮૫  ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેની સામે બેંકો દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં લોનના વ્યાજ દરોમાં માત્ર ૦.૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

બેંકોને પોતાની લોનના વ્યાજ દર જે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડવાના છે તે રેપો રેટ, ત્રણ કે છ મહિનાનું ટ્રેઝરી બિલ યિલ્ડ કે ફાઇનાન્સિયલ બેન્ચમાર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ(એફબીઆઇએલ) દ્વારા પ્રકાશિત થયેલ અન્ય કોઇ બેર્ન્ચાર્કનો સમાવેશ થાય છે. 

આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે લોેન લેનારાઓ માટે સરળતા રહે તે માટે બેકે લોન કેટેગરીમાં એક યુનિફોર્મ એક્સટર્નલ બેન્ચમાર્ક ેનક્કી કરવો પડશે. રેપો રેટ સાથે પોતાની લોનના વ્યાજ દરો જોડનારી સ્ટેટ બેેંક ઓફ ઇન્ડિયા દેશની પ્રથમ બેંક બની ગઇ છે.