ઉત્તરાયણમાં જાહેર રોડ પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ; માસ્ક વિના કોઈપણ વ્યકિત ઘાબા પર એકત્ર થઈ શકાશે નહીં

ઉત્તરાયણમાં જાહેર રોડ પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ; માસ્ક વિના કોઈપણ વ્યકિત ઘાબા પર એકત્ર થઈ શકાશે નહીં

કોરોનાની મહામારી વચ્ચે આગામી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે, ઉત્તરાયણમાં જાહેરસ્થળો, ખુલ્લાં મેદાનો, રસ્તાઓ વગેરે પર એકત્ર થઈ પતંગ ચગાવી શકાશે નહીં. માસ્ક વિના કોઈપણ વ્યકિત ઘાબા પર એકત્ર થઈ શકાશે નહીં. સોસાયટી, ફલેટ કે અન્ય રહેણાંકમાં રહીશ સિવાયની વ્યકિતને પ્રવેશ આપવો નહીં. જો તેમ થશે તો સોસાયટી ફલેટના જવાબદાર વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.