ઈન્ટરનેટ બંધ કરી દેવાને કારણે ભારતને 2020માં થયું અધધધ 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

ઈન્ટરનેટ બંધ કરી દેવાને કારણે ભારતને 2020માં થયું અધધધ 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

તમે અવારનવાર ભારતમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું હોવાનું વાંચ્યું હશે. તો તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધ કરી દેવાને કારણે દેશને 280 કરોડ ડોલર એટલે કે લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વર્ષ 2020માં ભારતે અનેક જગ્યાઓ પર કેટલીય વાર ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. ઈન્ટરનેટ શટડાઉનના (Internet Shutdown) અનેક કારણો રહ્યા હતા, પણ તેની સામે મોટું નુકસાન પણ થયું છે. દર વર્ષે ઈન્ટરનેટ શટડાઉનથી દેશનું કેટલું નુકસાન થાય છે તેની માહિતી top10vpn પોર્ટલ તરફથી જાહેર કરવામાં આવે છે.

ઈન્ટરનેટ શટડાઉનના મામલે ભારત વિશ્વમાં ટોપ

ઈન્ટરનેટ શટડાઉનના મામલામાં ટોપ-4 પર ભારત, બેલરૂસ, યમન અને મ્યાનમાર છે. રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં ભારતમાં 8927 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. તેનાથી 1 કરોડથી પણ વધારે યુઝર્સ પ્રભાવિત થયા હતા. તો 28 કરોડ અમેરિકી ડોલર એટલે કે 20 હજાર કરોડ રૂપિયાનું કુલ નુકસાન પણ થયું છે.

ઈન્ટરનેટ પર બેન કેવી રીતે લાગે છે?

કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકારના ગૃહ સચિવ ઈન્ટરનેટ બેન કરવાનો આદેશ આપે છે. આ આદેશ એસપી કે તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓના માધ્યમછી મોકલવામાં આવે છે. તે અધિકારી સર્વિસ પ્રોવાઈડર્સને ઈન્ટરનેટ સર્વિસ બ્લોક કરવા માટે કહે છે.

આદેશને વર્કિંગ ડેના અંદર જ કેન્દ્ર કે રાજ્ય સરકારના રિવ્યુ પેનલ પાસે મોકલવાનો હોય છે. આ રિવ્યુ પેનલ 5 વર્કિંગ દિવસમાં તેની સમીક્ષા કરે છે. કેન્દ્ર સરકારના રિવ્યુ પેનલમાં કેબિન સેક્રેટરી, લો સેક્રેટરી અને ટેલિકોમ્યુનિકેશન સેક્રેટરી હોય છે. તો રાડ્ય સરકાર દ્વારા અપાયેલ આદેશનું રિવ્યું પેનલમાં ચીફ સેક્રેટરી, લો સેક્રેટરી અને અન્ય કોઈ સેક્રેટરી સામેલ હોય છે.

આ ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં કેન્દ્ર કે પછી રાજ્યના ગૃહ સચિવ દ્વારા અધિકૃત કરાયેલ જોઈન્ટ સેક્રેટરી ઈન્ટરનેટ બેન કરવાનો આદેશ આપી શકે છે. જો કે તેના માટે 24 કલાકની અંદર કેન્દ્ર કે રાજ્યના ગૃહ સચિવને તેની મંજૂરી લેવી પડે છે.

( Source – Sandesh )