આ વીમા કંપની આપી રહી છે માત્ર 149 રૂપિયામાં કોવિડ -19 પ્રોટેક્શન કવર

આ વીમા કંપની આપી રહી છે માત્ર 149 રૂપિયામાં કોવિડ -19 પ્રોટેક્શન કવર

કોરોના વાયરસની મહામારી પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ દરમિયાન, કોરોનાથી જંગ લડી રહેલા ‘કોરોના વોરિયર્સ’ ને લઇ સરકારની તરફથી અનેક જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોરોના વોરિયર્સ માટે 50 લાખ રૂપિયાનો મેડિકલ વિમાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે સરકારના આ વિમાનો લાભ કોરોનાથી જંગ લડી રહેલા આશા કાર્યકર્તાઓ, સફાઈ કર્મચારીઓ, મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ સહિત 20 લાખ મેડિકલ સ્ટાફ અને કોરોના વોરિયર્સને મળશે.

તેમજ હવે પ્રાઇવેટ લેબસ અને હોસ્પિટલમાં આવતા કોરોનાના ટેસ્ટ, આયુષ્માન ભારત યોજના અંતર્ગત કરવામાં આવે છે. એટલે કે આ યોજનાઓના લાભાર્થીઓનો ટેસ્ટ ફ્રી રહેશે. આ યોજનાથી લગભગ 50 કરોડ લોકોને લાભ મળશે. આ ઉપરાંત અનેક રાજ્યોની પોલીસ, હોમગાર્ડ, સફાઈ કર્મી સહિત કોરોના સામેની જંગમાં જોડાયેલા કર્મચારીઓને આ વીમા કવર મળવાની જાહેરાત કરાઇ છે.

ઉલ્લેખનિય છે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે પણ કોરોના વીમા માટે ‘કોવિડ -19 પ્રોટેક્શન કવર’ શરૂ કર્યું છે. આ પોલિસીમાં 18 થી 75 વર્ષના લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં રૂપિયા 25 હજારની પોલિસી માટે માત્ર રૂપિયા 149નું પ્રીમિયમ આપવાનું રહેશે.