આ રીતે મૃત્યુ થવા પર નથી મળતા લાઇફ ઇન્સ્યોરન્સના પૈસા, જાણી લો તમે પણ

આ રીતે મૃત્યુ થવા પર નથી મળતા લાઇફ ઇન્સ્યોરન્સના પૈસા, જાણી લો તમે પણ

લાઇફ ઇન્સ્યોરન્સ પૉલિસી કોઇ વ્યક્તિ દ્વારા એટલા માટે લેવામાં આવે છે જેથી તેમના મૃત્યુ બાદ તેના પરિવારને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. જોકે, ઘણા મૃત્યુને લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી. તો આવો જોઇએ એ કઇ સ્થિતિ છે જેમા તમને લાઇફ ઇન્સ્યોરન્સના પૈસા મળતા નથી.

– જો પૉલિસી હોલ્ડરનું મર્ડર થઇ જાય છે અને પોલીસની તપાસમાં ખુલાસો થાય છે કે આ ગૂનામાં નૉમિની સામેલ છે. તો એવી સ્થિતિમાં તે ઇન્સ્યોરન્સના પૈસા માટે ક્લેમ કરી શકશે નહીં, તે સિવાય જો પૉલિસી હોલ્ડરની ગુનેગારી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણથી હત્યા થઇ છે તે ઇન્સ્યોરન્સ કવરનો દાવો કરી શકાય નહીં.

– જો દારૂ પીવાના કારણથી રોડ અકસ્માતમાં પૉલિસી હોલ્ડરની મોત થઇ ગયું છે તો પણ વીમા કંપની કવરના દાવાને અસ્વીકાર કરી શકે છે.

– ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે જો કોઇ વ્યક્તિ કોઇ સ્વાસ્થ્ય સમસ્યાથી પરેશાન છે અને તે કારણથી તેનું મોત થઇ જાય છે તો તેનો પણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કવર કરવામાં આવતું નથી.

– જે લોકો જોખમથી ભરેલા કામમાં જોડાયેલા છે તેમના મૃત્યુને ટર્મ ઇન્સ્યોરન્સમાં કવર કરી શકાતુ નથી. આ ગતિવિધિઓમાં પૉલિસી હોલ્ડરના જીવને હંમેશા ખતરો રહે છે અને મોટા અકસ્માતની પણ સંભાવન હોય છે.

– જો કોઇ મહિલાની મોત બાળકને જન્મ આપતા સમયે થાય છે તો પણ તેને લાઇફ ઇન્સ્યોરન્સના પૈસા આપવામાં આવતા નથી.

– આત્મહત્યા પર અલગ-અલગ વીમા કંપનીઓના અલગ-અલગ ટર્મ અને કન્ડિશન છે જો પૉલિસી હોલ્ડરે પૉલિસી ટર્મ પહેલા વર્ષમાં આત્મહત્યા કરી છે તો પરિવારને કોઇ પૈસા મળતા નથી. જોકે, કેટલીક કંપનીઓ ટર્મ ઇન્સ્યોરન્સ લેવાથી બીજા વર્ષે કે તે બાદ થયેલી આત્મહત્યા પર પૈસા આપે છે.

– જો તમે સ્મોકિંગ કરો છો તો ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાનમાં તેનો ખુલાસો કરવો જરૂરી છે. સ્મોકર્સને સ્વાસ્થ્યથી જોડાયેલી કેટલીક સમસ્યાઓનો ખતરો વધારે હોય છે અને વીમા કંપની તેના માટે પ્રીમિયમના સમયે વધારે ધનરાશિ જોડે છે. જો સ્મોકિંગના કારણે થનારી બીમારીના લીધે મૃત્યુ થાય તો વીમા કંપનીના પૈસા મળતા નથી.

– તો પૉલિસી હોલ્ડરનું મૃત્યું કુદરતી આપત્તિ જેમ કે ભૂકંપ વાવાઝોડું,સુનામીના કારણે થયું હોય તો પણ નૉમિની ઇન્સ્યોરન્સ કવપર માટે દાવો કરી શકશે નહીં.