આ ભારતીય વ્યક્તિએ વિદેશમાં ખરીદ્યું માત્ર 100 રૂપિયામાં ઘર, તમારૂ સપનું પણ થઈ શકે છે સાકાર

આ ભારતીય વ્યક્તિએ વિદેશમાં ખરીદ્યું માત્ર 100 રૂપિયામાં ઘર, તમારૂ સપનું પણ થઈ શકે છે સાકાર

તાજેતરમાં સમાચાર મળ્યા હતા કે, ઈટલીમાં તમે ફક્ત એક ડોલરમાં મકાન ખરીદી શકશો અને નોકરી પણ મેળવી શકશો. હવે કંઈક નવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, ઈંગ્લેન્ડમાં સો-સો રૂપિયામાં જુના ખાલી પડેલા મકાનના માલિક બનો. બસ આ મકાનનું રિનોવેશન તમારે કરાવવાનું રહેશે.

આ પ્રકારના સમાચાર બ્રિટનના સમાચારપત્રો, વેબસાઈટો અને ટીવી પર છવાયેલા છે. બ્રિટનના ઘણા ઔદ્યોગિક કસ્બાઓ અને ખનિજકર્મીઓ માટે વસાવવામાં આવેલી કોલોનિઓ ખાલી થઈ ગઈ છે. જોકે, તેની હાલત જર્જરિત હાલતમાં છે પરંતુ ત્યાં ફરી લોકોને વસાવવા માટે નવી સ્કીમ લાવવામાં આવી રહી છે.

આજ પ્રકારની એક વસ્તી ઈંગ્લેન્ડના લિવરપૂલમાં છે. અહીંની કેટલીએ શેરીઓ એકદમ ખાલી પડી રહી છે. આ શેરીના મકાન ફક્ત 100 રૂપિયામાં મળી રહ્યા છે. તેને બ્રિટનની સૌથી સસ્તી સ્ટ્રીટ માનવામાં આવે છે. અહીં હાઉસ કાઉન્સિલે ઈચ્છુક લોકો સાથે કરાર કર્યા છે. લિવરપૂલની જ કેંસ સ્ટ્રીટમાં એક ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર જયલાલે એક પાઉન્ડમાં આ પ્રકારના ઘરને ખરીદ્યું છે. જેને રિનોવેટ કરાવી આલીશાન મકાન બનાવી દીધુ છે.

લિવરપૂલમાં જ્યારે ટેક્સી ડ્રાઈવર જયલાલ મેડે રેડિયો પર સાંભળ્યું કે, અહીં કેટલાક ઘર એક પાઉન્ડમાં મળી રહ્યા છે તો તેમણે તરત જ લિવરપુલ હાઉસ કાઉન્સિલનો સંપર્ક કર્યો અને માત્ર એક પાઉન્ડમાં ઘરનો માલિક બની ગયો.

ભારતીય મૂળ જયલાલે કહ્યું કે, મને જે ઘર આપવામાં આવ્યું હતુ જુનુ હતું, પરંતુ તેમાં થોડા પાઉન્ડ લગાવી મે તેને રિનોવેટ કરાવ્યું. હવે તે શાનદાર થ્રી બેડ રૂમ ડુપ્લેક્સ બની ગયું છે.