આ નવું બ્રાઉઝર થયું ભારતમાં લોન્ચ, એડ જોવાના મળશે પૈસા

આ નવું બ્રાઉઝર થયું ભારતમાં લોન્ચ, એડ જોવાના મળશે પૈસા

વિશ્વ સ્તર પર લગભગ 200 કરોડ યુઝર્સ ગૂગલ ક્રોમ અને ફાયર ફોક્સનો ઉપયોગ કરી રહ્યાં છે. પણ ઈન્ટરનેટની દુનિયામાં એક નવું બ્રાઉઝર લોન્ચ થયું છે જેનું ‘બ્રેવ’ નામ છે. બ્રેવ બ્રાઉઝરની ખાસ વાત એ છે કે તે થર્ડ પાર્ટી એડ્સની જાહેરાત અને કૂકીઝને ઓટોમેટીક બ્લોક કરી નાંખે છે. આ ઉપરાંત તે યૂઝર્સને જાહેરાત જોવાનો વિકલ્પ પણ આપે છે. આ ઉપરાંત જો યૂઝર્સ આ જાહેરાતો પર ક્લિક કરશે તો તેઓને તે જાહેરાત ક્લિક માટે પૈસા પણ આપવામાં આવશે.

બ્રેવએ એક ઓપન સોર્સ ક્રોમિયમ આધારિત બ્રાઉઝર છે. આ ક્રોમ બ્રાઉઝર કરતા સ્પિડ, સિક્યોર બ્રાઉઝિંગ અને ઝડપી નેવિગેશનના સંદર્ભમાં ખુબ સારું છે. આ તમામ સુવિધાઓને કારણે તે ફાયરફોક્સ બાદનું શ્રેષ્ઠ બ્રાઉઝર બની ગયું છે. સુત્રો મુજબ ત્રીજા નંબર પર ઍપલ સફારી અને ચોથા ક્રમે ક્રોમનો સમાવેશ છે.

બ્રેવ બ્રાઉઝરમાં જાહેરાતોને જોવા માટે 70 ટકા ભાગ આપવામાં આવશે. આ ભાગ રેવન્યૂનો હશે. તેમા બાકીના 30 ટકા વિકાસકર્તાનો હશે. તેનો અર્થ એ છે કે યૂઝર્સ આ જાહેરાત મોડેલમાં ભાગ લેશે તેને આ વર્ષે 60 થી 70 ડોલર ચૂકવશે. વર્ષ 2020 સુધીમાં 224 ડોલર ચુકવવાની ધારણા છે. કંપનીએ બ્લૉગ પોસ્ટમાં કહ્યું છે કે બ્રેવ દ્વારા જાહેરાતની નવી સિસ્ટમને બદલવા માટે કામ કરી રહી છે.
બ્રેવને સૌપ્રથમ 2018માં IOS ડિવાઈસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ બ્રાઉઝરને એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને લિનક્સ પર પણ ઉપયોગમાં લઈ શકાશે.