આ ધોધના પાણીનો રંગ સફેદ નહીં પરંતુ ગુલાબી, જાણો શુ છે તેની ખાસિયત અને લો મુલાકાત

આ ધોધના પાણીનો રંગ સફેદ નહીં પરંતુ ગુલાબી, જાણો શુ છે તેની ખાસિયત અને લો મુલાકાત

શુ તમે ક્યારેય પિંક નદી કે પિંક વોટર ફોલ્સ અંગે સાંભળ્યું છે કે જોયુ છે જો ના તો આવો તે અંગે જાણીએ. વર્લ્ડમાં કેટલાક એવા પ્રાકૃતિક નજારા છે જેને જોઇને તમને વિશ્વાસ પણ થશે નહીં. પરંતુ ત્યારે તેના પ્રમાણ મળે છે તો વિશ્વાસ કરવો પડે છે. વર્લ્ડમાં એક આવો જ દેશ છે. જેમા પિંક વોટર ફોલ્સ છે અને જેને જોઇને દરેક લોકો આશ્ચર્યમાં મૂકાઇ જાય છે. આજે અમે તમને પિંક વોટર ફોલ્સ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જે વાતાવારણના હિસાબથી પોતાનો રંગ બદલે છે અને વર્લ્ડના કરોડો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ઉત્તરી અમેરિકા મહાદ્વીપમાં આવેલા દેશ કેનેડામાં આ પિંક વોટર ફોલ્સ છે. જ્યારે વરસાદ ખૂબ ઝડપથી થઇ રહ્યો હોય છે તો તે ધોધનો રંગ પિંક કલર તો હોય છે સાથે-સાથે તેનો રંગ પણ લાલ થઇ જાય છે. જોકે, ઘણા લોકોનું માનવું છે કે ઇન્ટરનેટ પર મૂકવામાં આવેલા આ ફોટો કોઇ ફોટોશોપની ટ્રિક છે. પરંતુ તે હકીકત નથી જ્યારે ભારે વરસાદ થાય છે તો તેમા એગ્રોલાઇટ નામનું તત્વ મિક્સ થઇ જાય છે. જેથી કલરમાં બદલાવ આવે છે.

એગ્રોલાઇટ તત્વ પાણીમાં મળવાથી આ ઝરણાનો કલર બદલાઇ જાય છે. જેને પિંક વોટર ફોલ્સના નામથી ઓળખવામાં આવે છે. જોકે, આ ખૂબ ઓછા દિવસ સુધી રહે છે અને તે બાદમાં આ ઝરણાનું પાણી સાદા પાણી જેવું થઇ જાય છે.

આ ઝરણું વરસાદમાં કલર બદલે છે તો લાગે છે કે જાણે કોઇ જાદુઇ ઘટના થઇ રહી છે એવું લાગે છે કે કોઇ ચમત્કાર થઇ રહ્યો છે. કેનાડાના કેમરોન વોટર ફોલ્સથી નીકળારા પ્રવાહના અનેક કલર છે. બાકીના દિવસોમાં ઝરણાનું પાણી બિલકુલ ચોખ્ખુ હોય છે પરંતુ વરસાદ શરૂ થતા જ તે તેનો કલર બલદી લે છે. જેમ-જેમ વરસાદ વધારે પડે છે તેમ-તેમ રંગ બદલાવવા લાગે છે.