આ કલરની રાખડીમાં લગાવો એક વસ્તુ, ભાઇ પર યુગો સુધી નહીં આવે આંચ

આ કલરની રાખડીમાં લગાવો એક વસ્તુ, ભાઇ પર યુગો સુધી નહીં આવે આંચ

રક્ષાબંધનનો તહેવાર દરેક ભાઇ અને બહેન માટે ખાસ હોય છે અને આ દિવસે દરેક બહેન ભાઇને રાખડી બાંધે છે. એવામાં રક્ષા કરવા અને કરાવવા માટે બાંધવામાં આવતો પવિત્ર દોરો જેને રક્ષા બંધન કહેવામાં આવે છે અને આ પવિત્ર દોરાને દરેક બહેન તેમના ભાઇના હાથ પર બાંધે છે. એવામાં આ પવિત્ર પર્વ શ્રાવણ શુક્લ પૂર્ણિમાએ મનાવવામાં આવે છે અને આ વખતે 15 ઓગસ્ટે આ તહેવાર મનાવવામાં આવશે. એવામાં આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આ તહેવારને મનાવવો જોઇએ.

કેવી રીતે ઉજવવી રક્ષાબંધન

આ દિવસે થાળીમાં કંકૂ, ચંદન, અક્ષત, દહીં, રક્ષા સૂત્ર અને મિઠાઇ રાખો. તે બાદ ઘીનો એક દીવો પણ રાખો. જેનાથી ભાઇની આરતી કરો. હવે રક્ષા સુત્ર એટલે કે રાખડી અને થાળીની સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો અને ભાઇને પૂર્વ કે ઉત્તરની તરફ મોં કરાવની બેસાડો. તે બાદ પહેલા ભાઇને તિલક લગાવો અને બાદમાં ભાઇને રાખડી બાંધો. પછી આરતી કરો. હવે ભાઇને મિઠાઇ ખવડાવી ભાઇની મંગલ કામના કરો અને રાખડી બાંધતા સમયે ભાઇ તથા બહેનનું માથું ખુલ્લુ ન હોવું જોઇએ. ધ્યાન રહે કે રાખડી બંધાવી લીધા બાદ માતા-પિતા અને ગુરુના આશીર્વાદ લો. તે બાદ બહેનને સામર્થ્ય અનુસાર ઉપહાર આપો. આ પણ ધ્યાન રાખો કે ઉપહારમાં વસ્તુ આપો. જે બન્ને માટે મંગલકારી હોય. કાળા વસ્ત્ર તથા તીખુ કે નમકીન ખાદ્ય ન આપો.

રાખડી કેવી હોય?

કહેવામાં આવે છે કે રાખડી ત્રણ દોરાની હોવી જોઇએ. તેની સાથે તે લાલ, પીળા અને સફેદ હોવા જોઇએ. જો આ રંગ નથી તો લાલ અને પીળો દોરો તો હોવો જોઇએ. તેની સાથે જ રાખડીમાં ચંદન લગાવેલું હોય તો ખૂબ શુભ હોય છે અને કઇ ન હોવા પર તમે નાળાછડી પણ શ્રદ્ધા પૂર્વક બાંધી શકો છો.