આફ્રિકામાંથી 50 વર્ષ બાદ જોવા મળ્યો ‘ઉંદર જેવો હાથી’, ધારદાર નાકથી કરે છે શિકાર

આફ્રિકામાંથી 50 વર્ષ બાદ જોવા મળ્યો ‘ઉંદર જેવો હાથી’, ધારદાર નાકથી કરે છે શિકાર

આફ્રિકન દેશ જિબૂતીમાં લગભગ 50 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચુકેલો ઉંદર જેવો હાથી મળ્યો છે. આ નાનકડો જીવ આકારમાં ભલે ઉંદર જેટલો લાગે, પરંતુ તે વિશાળ હાથીઓના સમુદાયથી આવે છે. સ્થાનિક રેકૉર્ડ પ્રમાણે અંતિમ વાર વર્ષ 1970ના દશકમાં Elephant Shrews જોવા મળ્યો હતો. આ હાથીના મળવાથી દુનિયાભરના પશુપ્રેમીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. ઉંદર જેવા આ હાથીને Sengisના નામથી ઓળખવામાં આવે છે.about:blank

સમગ્ર દુનિયામાં તેની 20 પ્રજાતિઓ 

આ ના તો હાથી છે અને ના ઉંદર છછુંદર છે. આનો સંબંધ Aardvarks (આફ્રિકામાં જોવા મળતું ભૂંડ જેવું જાનવર) અને હાથીઓ તથા મૈનેટીથી છે. તેનું અણીદાર નાક હોય છે જેનો ઉપયોગ તે કીડાને ખાવા માટે કરે છે. સમગ્ર દુનિયામાં તેની 20 પ્રજાતિઓ છે. આમાંથી સોમાલી સેંગી સૌથી વધારે રહસ્યમય છે. પહેલા આ જીવ ફક્ત સોમાલિયામાં જોવા મળતો હતો જેના કારણે તેનું નામ સોમાલી પડી ગયું હતુ.

રિસર્ચર સ્ટીવન હેરિટેજે આની ઓળખ કરી 

અમેરિકાની ડ્યૂક યૂનિવર્સિટીના રિસર્ચર સ્ટીવન હેરિટેજે આની ઓળખ કરી છે. તેઓ કહે છે કે આ જીવના ફરીવાર જોવા મળવાથી તેઓ ઘણા જ રોમાંચિત છે. તેમણે કહ્યું કે, “જ્યારે અમે અમારી પહેલી જાળ ખોલી ત્યારે અમે ખરેખર રોમાંચિત અને પ્રફુલ્લિત હતા.” હેરિટેજે કહ્યું કે, અમને એ નહોતી ખબર કે જિબૂતીમાં કયા-કયા જીવ જોવા મળે છે અને જ્યારે અમે સેંગીની કલગીદાર પૂંછડી જોઇ તો અમે અમારા સાથીઓનું મોઢું જોવા લાગ્યા. અમને એ વાતનો આભાસ થવા લાગ્યો કે કંઇક ખાસ છે.

વૈજ્ઞાનિકો સેંગીના અધ્યયન માટે મોટી યોજના બનાવી રહ્યા છે

જોકે જિબૂતીના રહેવાસી રિસર્ચર હુસૈન રયલેહે કહ્યું કે, તેમણે પહેલા પણ આ પ્રકારના જીવને જિબૂતીમાં જોયો છે. તેમણે કહ્યું કે, જિબૂતીના લોકોને એ નહોતી ખબર કે આ જીવ વિલુપ્ત થઈ ગયો છે. વૈજ્ઞાનિક હવે આ સેંગીના અધ્યયન માટે મોટી યોજના બનાવી રહ્યા છે. ( Source – Sandesh )