આનંદો! સામાન્ય શરદી કોરોના સંક્રમણથી આપણને બચાવે છે: એક સંસોધન

આનંદો! સામાન્ય શરદી કોરોના સંક્રમણથી આપણને બચાવે છે: એક સંસોધન

સિંગાપોર, 12 જુન 2020 શુક્રવાર

કોરોના સંક્રમણ માટે વેક્સીનની શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોની એક ટીમે દાવો કર્યો છે કે સામાન્ય શરદી (Common Cold) કે શરદી કોરોના સંક્રમણ (Covid 19)થી તમને બચાવે છે.

શરદી માટે જે શરીરમાં ઇમ્યુનિટી બને છે તે લગભગ 17 વર્ષ સુધી કોરોના વાયરસથી થતા સંક્રમણથી શરીરને બચાવવામાં મદદગાર સાબિત થાય છે.

આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને શરદી થઇ છે જેમની કોરોના સંક્રમણમાં ઝપેટમાં આવવાની આશંકા ખૂબ જ ઓછી છે.

સિંગાપુરના Duke-NUS મેડિકલ સ્કૂલમાં ઇમ્યુનોલોજી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર અંતોનિયો બ્રેકોલેતીની ટીમે આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શરદીના કારણે જે શરીરમાં ઇમ્યુનિટી પેદા થાય છે તે કોરોના વાયરસથી બચવા માટે કે પછી તેની પર કારગર રહેનવા માટે એકદમ સક્ષમ અને શ્રેષ્ઠ છે.

આ રિસર્ચમાં શરદીથી લડતા શરીરમાં બનતા ટી સેલ્સને કોરોના વિરુદ્ધ કારગર જણાવ્યા છે. આ ટીમ મુજબ બીટા-કોરોના વાયરસ જેમ કે OC43 અને HKU1 માણસોમાં શરદી અને ચેસ્ટ ઇન્ફેક્શન પેદા કરે છે.

આ તમામ વાયરસ અને કોરોના વાયરસ, મેરસ અને સાર્સની જેનેટિક રચના કેટલીક હદ સુધી એક જેવી હોય છે. જે પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે.

કોરોના પરિવારના વાયરસ જ શરદી આપવામાં 30 ટકા યોગદાન આપે છે. વૈજ્ઞાનિકોની ટીમે જાણ્યું કે આ વાયરસથી પેદા થતી શરદીની વિરુદ્ધ શરીરમાં હાજર ટી સેલ્સ સુરક્ષા આપે છે.

કોરોના સંક્રમણની જેનેટિક સંચરના આ વાયરસ જેવી હોવાના કારણે આ સંક્રમણને શરીરમાં પ્રવેશ કરીને ટી સેસ એક્ટિવ થાય છે. અને તેના પ્રભાવને કાંતો ખૂબ જ ઓછું કે પૂરી રીતે ખતમ કરે છે. કોવિડ 19 અને સાર્સ વિરુદ્ધ ટી સેલ્સ એક્ટિવ થઇ જાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ટી-સેલ્સ વ્હાઇટ બ્લડ સેલ્સની જ એક ટાઇપ હોય છે. જે ઇમ્યૂન સિસ્ટની સેકન્ડ લાઇન ડિફેન્સ તરીકે કામ કરે છે. તે સપ્તાહની અંદર વાયરસથી પૂરો કરી દે છે.

અંતોનિયો મુજબ આનાથી સાબિત થાય છે કે ધીરે ધીરે શરીદીની જેમ માનવ શરીર કોરોના સંક્રમણની વિરુદ્ધ પણ ટી સેલ્સ બનાવવા લાગશે અને તે એક હદ સુધી ઇમ્યૂન થઇ જશે.

આમ ટી સેલ્સ વિકસિત થયા પછી સંક્રમણ વિરુદ્ઘ ઇમ્યુનિટી મેળવી શકાશે. આ ટીમે કોવિડ 19થી સંક્રમિત 24થી વધુ દર્દીઓ અને સાર્સની ઝપેટમાં આવેલા 23 દર્દીઓ પર આ રિસર્ચ કર્યા છે. તેમાંથી કોમન કોલ્ડ થનાર લોકો આ વાયરસની ઝપેટમાં ઓછા આવ્યા છે.