આનંદો: રેપો રેટ ચોથી વાર ઘટ્યો, તમારી લોનનાં હપ્તામાં થશે ઘટાડો

આનંદો: રેપો રેટ ચોથી વાર ઘટ્યો, તમારી લોનનાં હપ્તામાં થશે ઘટાડો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી સમાન્ય લોકોને વધુ એક વખત ભેટ આપી છે. ખરેખર આરબીઆઇના નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટના ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.40 ટકા પર આવી ગયો છે. આ પહેલા રેપો રેટના દર 5.75 ટકા હતો.

તમને જણાવી દઇએ કે, રેપો રેટના ઘટાડા બાદ બેંકો પર હોમ અને ઓટો લોન પર વ્યાજદરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે. આરબીઆઇ તરફથી રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ ઘટીને 5.15 ટકા થઇ ગયો છે. આ તે દર છે જેના આધારે બેન્કોને તેમને આરબીઆઈમાં જમા કરાયેલા નાણાં પર વ્યાજ મળે છે.

આ દરમિયાન કેન્દ્રીય બેંકએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના અનુમાનને 7 ટકાથી ઘટાડી 6.9 ટકા કરી દીધો છે. કેન્દ્રીય બેંક તરફથી આ નિર્ણય તેવા સમયે લેવામા આવ્યો છે, જ્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનાં લક્ષ્યને હાંસલ કરવા માટે 8 ટકાનાં જીડીપી ગ્રોથનાં પ્રયાસમાં જોતરાઇ છે.

આરબીઆઇનો ઐતિહાસિક નિર્ણય

આરબીઆઈની છેલ્લી ત્રણ નાણાકીય સમીક્ષા બેઠકોમાં રેપો રેટમાં ક્રમશ: 0.25 નો ઘટાડો કરવામા આવી ચૂક્યો છે. એટલે કે, ઓગસ્ટમાં સતત ચોથી વખત કેન્દ્રીય બેંકએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. ત્યાં જ રિઝર્વ બેંકનાં ઇતિહાસમાં પ્રથમવાર છે જ્યારે ગવર્નરની નિયુક્તિ બાદ સતત ચાર વખત રેપો રેટમાં ઘટાડો નોંધાયો હોય. તમને જણાવી દઇએ કે, વર્ષ 2018નાં ડિસેમ્બર મહિનામાં ઉર્જિત પટેલનાં રાજીનામા બાદ શક્તિકાંત દાસ ગવર્નર તરીકે નિયુક્ત થયા હતાં. આ પછીથી ચાર વખત આરબીઆઇની મીટીંગ થઇ ચૂકી છે.

આરબીઆઇના આ નિર્ણયનો ફાયદો તેવા લોકને મળશે જેમની હોમ કે ઓટો લોનની ઇએમઆઇ ચાલી રહી છે. ખરેખર આરબીઆઇનાં રેપો રેટમાં ઘટાડા બાદ બેંકો પર વ્યાજદરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે. તમને જણાવીએ કે, આરબીઆઇ દ્વારા સતત રેપો રેટ ઘટડ્યા બાદ પણ બેંકોએ આશા અનુસાર ગ્રાહકો સુધી તેનો ફાયદો નથી પહોંચાડ્યો. આ જ કારણ છે કે, હાલમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકોને રેપો રેટ ઘટવાથી તેનો લાભ ગ્રાહકોને આપવા કહ્યું હતું.