આનંદો! કોર્પોરેશનનો મોટો નિર્ણય, અમદાવાદમાં દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

આનંદો! કોર્પોરેશનનો મોટો નિર્ણય, અમદાવાદમાં દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) દુકાનો ખુલ્લી રાખવાનાં સમયને લઈને મોટી જાહેરાત (AMC Big announcement)કરી દીધી છે. હવે રાત્રીના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી કોર્પોરેશને આપી દીધી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે 27 વિસ્તારોમાં પહેલા દવાની દુકાન સિવાયના એકમોને 10 વાગ્યા સુધી ખુલા રાખવાના નિર્ણય લેવામાં આવ્યો હતો તેમા ફેરફારકર્યો છે અને હવે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

નોંધિનિય છે આ નિર્ણય દિવાળી (Diwali)ના તહેવારને ધ્યાનમાં રાખી લેવામા આવ્યો છે. શહેરમાં મોટા ભાગના લોકો દિવસ દરમિયાન ઓફિસના અથવા કામમાં વ્યસ્ત હોવાથી કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે જેથી કરીને સામાન્ય માણસ રાત્રે પણ તહેવારની ખરીદી કરી શકે.

(૧)પ્રહલાદનગર રોડ
(ર) YMCA થી કાકે દા ઢાબા (કણાર્વતી કલબ રોડ)
(૩) પ્રહલાદનગર ગાડર્ન થી પેલેડીયમ સકર્લ (કોર્પોરેટ રોડ)
(૪) બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
(પ) એસ.જી હાઈવે
(૬) ઇસકોન ક્રોસ રોડ થી શપથ-4 & 5 સર્વિર્સ રોડ
(૭) સિંધુ ભવન રોડ
(૮) બોપલ-આંબલી રોડ
(૯) ઇસકોનથી બોપલ-આંબલી રોડ
(૧૦) ઇસકોન-આંબલી રોડ થી હેબતપુર રોડ વચ્ચેનો િવસ્તાર
(૧૧) સાયન્સ સીટી રોડ
(૧ર) શીલજ સકર્લથી સાયન્સ સીટી સકર્લ સુધી 200 ફુટના એસપી રિંગરોડ ઉપર
(૧૩) આંબલી સકર્લ થી વૈષ્ણોનોદેવી સકર્લ સુધી 200 ફુટના એસપી રિંગરોડ ઉપર
(૧૪) સીજી રોડ
(૧પ) લો ગાડર્ન (ચાર રસ્તા અને હેપી સ્વિંટસ, મ્યુનિસપલ માર્કેટ, પંચવટી સકર્લ)
(૧૬) વસ્ત્રાપુર તળાવના ફરતે
(૧૭) માનસી સકર્લથી ડ્રાઇવ-ઈન રોડ
(૧૮) ડ્રાઈવ-ઈન રોડ
(૧૯) ઓનેસ્ટ થી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફુટ રોડ)
(ર૦) શ્યામલ શિલજ થી જીવરાજ ક્રોસ રોડ
(ર૧) બળીયાદેવ મંદિર થી જીવવરાજ ક્રોસ રોડ
(રર) આઇ.આઈ.એમ. રોડ
(ર૩) શિવરંજની થી જોધપુર ક્રોસ રોડ ( BRTS કોરીડોર ની બન્ને બાજુ)
(ર૪) રોયલ અકબર ટાવર પાસે
(રપ) સોનલ સીનેમા રોડ થી અંબર ટાવર થી વિશાલા સકર્લ
(ર૬) સરખેજ રોઝા – કેડીલા સકર્લ- ઉજાલા સકર્લ
(ર૭) સાણંદ ક્રોસ રોડ- શાંતીપુરા ક્રોસ રોડ

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉક્ત તમામ વિસ્તારોમાં તમામ દુકાનો અને બજારો 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ નિણર્યનો અમલ આજ રોજથી લાગુ પડશે. તથા અન્ય સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી અમલમાં રહેશે.

અમદાવાદ કોર્પોરેશને રાત્રીના 12 વાગ્યા સુધી દુકાનોને વેપાર ધંધો કરવા માટે છૂટ આપી છે. આ પહેલા પણ વેપારીએ દ્વારા તંત્રને વિનંતી કરી હતી કે દુકાનો ખુલી રાખવાના સમયમાં વધારો કરવામાં આવે. કોર્પોરેશનના આ નિર્ણયથી વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.

જોકે શહેરીજનોએ આ સમય દરમિયાન પણ સરકારની કોરોના ગાઇડલાઇનનો ભંગ ન કરે તો સારૂ છે કારણ કે આ સમયગાળામાં જો એક જ જગ્યાએ મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે. હાલમાં પણ ગુજરાતના તમામ શહેરો કરતા અમદવાદમાં જ કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.