આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અમદવાદનું મોટેરા સ્ટેડિયમ, જાણો રોચક ઇતિહાસ વિશે

આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અમદવાદનું મોટેરા સ્ટેડિયમ, જાણો રોચક ઇતિહાસ વિશે

ગુજરાતના અમદવાદમાં આવેલું જીસીએનું સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ હવે નવા વિક્રમ સર્જવા જઈ રહ્યું છે. આ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય મોટાભાગે પૂર્ણ થયું છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું ડ્રીમ પ્રોજેક્ટ આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ સ્ટેડિયમની પ્રેક્ષક ક્ષમતા અંદાજે 1.10 લાખ હશે. જ્યારે આ પહેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન કે જેમાં 1,00,024ની દર્શક કેપેસીટી છે જયારે દેશમાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે કોલકતાનું ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ ગણાય છે જેમાં 68 હજાર પ્રેક્ષકોની કેપેસીટી છે. આ સ્ટેડિયમ પુરુ થયાં પછી દેશ માટે ગર્વનું પ્રતીક બનશે. આ સ્ટેડિયમ 63 એકર ક્ષેત્રમાં ફેલાયેલ છે જેમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, 76 કોર્પોરેટ બોક્સ, ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ઇન્ડોર એકેડમી અને ઇન્ડોર લગભગ 3,000 કાર અને 10,000 મોટર સાઇકલ પાર્ક કરાઈ શકાય એવી પાર્કિંગ ક્ષમતાની સુવિધા હશે. આ સ્ટેડિયમનું નિર્માણ ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા છે.

સ્ટેડિયમના નામે છે આ રેકોર્ડ્સ:

અમદાવાદના મોટેરા સ્ટેડિયમની વાત કરીએ કેટલાંય રેકોર્ડ અંહી બની ચૂકયા છે જે ક્રિકેટ ઈતિહાસમાં યાદગાર છે. આપણે જણાવી દઈએ કે 1987માં ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે ટેસ્ટમાં 10 હજાર રન અહી પુરા કર્યાં હતાં. આ માઈલસ્ટોન પર પહોચનારા પ્રથમ બેટસમેન હતાં.

ઉપરાંત દેશના હરિયાણા એક્સપ્રેસથી જાણીતા બનેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવે સર રિચાર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટ 431 લેવાનો રેકોર્ડ પણ અહીં જ તોડયો હતો. 1999માં સચિન તેંડુલકરે પોતાની કેરિયરની પ્રથમ બેવડી સદી પણ આ મોટેરા મેદાનમાં ફટકારી હતી. એટલું જ નહીં હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહેલા 2013માં આ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રહી ચૂકયા છે. બાદમાં તેઓ પીએમ બનતા તેમના સ્થાને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખ છે.