આજે સોમવતી અમાસ અને શનિ પ્રાગટ્ય દિવસનો અદ્ભત સંયોગ, આ મંત્ર જાપથી મળશે સિદ્ધિ

આજે સોમવતી અમાસ અને શનિ પ્રાગટ્ય દિવસનો અદ્ભત સંયોગ, આ મંત્ર જાપથી મળશે સિદ્ધિ

વૈશાખ વદ અમાસ એટલે શનિ પ્રાગટ્ય દિવસ સાથે સાથે આજે સોમવાર અને અમાસ હોવાથી સામવતી અમાસનો અદ્ભત સંયોગ છે. જો કે આજે બપોરે 3 કલાક સુધી જ અમાસ રહેશે આથી અમાસ પર જે પાઠ પૂજા કરવાની હોય તે આ સમય સુધીમાં કરી લેવાથી વધારે ફળ આપશે. આ દિવસે બુધ, મંગળ અને રાહુ એમ ત્રણ ગ્રહ એક સાથે મિથુન રાશિમાં હોવાથી આજના દિવસે જે જાતકોને પનોતી હોય તેઓ ખાસ પૂજા અર્ચના કરી તેમાંથી રાહત મેળવી શકશે.

શનિ પનોતીમાં રાહત મેળવવા માટે શનિ મંત્ર જાપ, દશ૨થકૃત શનિ સ્તોત્રના જાપ, શ્રી હનુમાનજીની શ૨ણાગતિ-ભક્તિ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદ૨કાંડ પાઠ વગેરે શુભફળ આપના૨ બની ૨હેશે. શનિની પનોતી વાળા જાતકે ખુબ ધી૨જથી, સંયમથી, ઈશ્વ૨માં અખૂટ-અતૂટ શ્રધ્ધા રાખીને શાસ્ત્રોમાં નિર્દેશિત ઉપાયો તથા શક્તિ, યથા શ્રધ્ધાપૂર્વક નિરંત૨ ક૨વાથી પનોતીમાં રાહત મળી શકે છે.

શનિ પનોતીમાં રાહતના ઉપાયો

શનિ મંત્ર જાપ, દશ૨થ કૃત શનિ સ્તોત્રના જપ, શ્રી હનુમાનજીની શ૨ણાગતિ ભક્તિ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદ૨કાંડના પાઠ, ગરીબો તથા જરૂરીયાતવાળા લોકોને કાળા તલ, કાળુ કપડું, લોઢું, કાળુ ફુલ, અડદનું દાન ક૨વાથી શનિની પીડામાંથી રાહત થઈ શકે છે.

આ રાશિ પર છે આ તબક્કામાં પનોતી

વૃશ્ચિક રાશિ 
મોટી પનોતીનો ત્રીજો અને અંતિમ તબકકો ચાલુ 24-01-20 પનોતી પૂર્ણ

ધનુ રાશિ 
મોટી પનોતીનો બીજો તબકકો ચાલુ 24-01-20 ત્રીજો અંતિમ તબકકો પ્રારંભ

મક૨ રાશિ
મોટી પનોતીનો પ્રથમ તબકકો ચાલુ 24-01-20 બીજો તબકકો પ્રારંભ.

વૃષભ રાશિ

નાની પનોતી ચાલુ 24-01-20 નાની પનોતી પૂર્ણ અને મિથુન રાશિને ઢૈયા (2॥ વર્ષ) નાની પનોતી પ્રારંભ.
કન્યા રાશિ નાની પનોતી (2॥ વર્ષ) ચાલુ 24-01-20 નાની પનોતી પૂર્ણ તથા તુલા રાશિને ઢૈયા (2॥ વર્ષ) નાની પનોતી પ્રારંભ.

સોમવતી અમાસનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય

સોમવતી અમાસની તિથીનું મહાત્મ્ય સૂર્યગ્રહણ સમાન છે. આ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન, શ્રાધ વગેરે ધર્મકાર્યનું પુણ્ય અક્ષય થાય છે. સોમવતી અમાસનો પુણ્યકાળ મધ્યાહનનો છે. સોમવતી અમાસ અથવા કોઈપણ અમાસ પિતૃઓને વ્હાલી તીથી છે. એ દિવસે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પિતૃઓને ઉદ્દેશીને ક૨વામાં આવતુ દાન તથા તર્પણ પિતૃઓને તૃપ્તિ આપનારૂ થાય છે.

આ દિવસે વિવિધ પ્રકારના મંત્રજાપ કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તી થાય છે. ૐ નમ: શિવાય ના પાઠ સાથે અભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે સાથે સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ૐ શનૈશ્વરાયે નમ: નો પાઠ કરવાથી પનોતીમાંથી રાહત મળે છે.