આજે પણ સસ્તુ થયું સોનુ, રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

આજે પણ સસ્તુ થયું સોનુ, રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોના-ચાંદી(Gold-Silver)ની કિંમતમાં આજે ઈન્ડિયન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો તમે સોનુ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો આ તમારા માટે સારો મોકો છે. આજે ભારતીય બજારમાં સોનાની કિંમત 45 હજાર નીચે પહોંચી ગઈ છે. એમસીએક્સ(Multi commodity exchnage) પર સોનાનો વાયદો 0.1 ટકા ઘટીને 44981 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ચાંદી 1.4 ટકા ઘટીને 66,562 પ્રતિ કિલો ગ્રામ પર આવી ગઈ છે. 24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો આજે દેશની રાજધાનીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 48,380 રૂપિયા છે, આ ઉપરાંત ચેન્નાઈમાં 46,340 રૂપિયા, મુંબઈમાં 44,910 રૂપિયા અને કોલકાતામાં 47,210 રૂપિયાના લેવલ પર છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ

આ ઉપરાંત ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ગોલ્ડ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 5.07 ડોલરના ઘટાડા સાથે 1,740.26 ડોલર પ્રતિ ઓંસના રેટ પર ચાલી રહ્યો છે. તો બીજી તરફ ચાંદીનો કારોબાર 0.50 ડોલરના ઘટાડા સાથે 25.74 ડોલરના સ્તર પહોચી ગયો છે.

એક્સપર્ટના મતે ભાવમા આવશે ઉછાળો

જાણકારોના મતે, ફરી એકવાર સોનાની કિંમતોમાં તેજી આવી શકે છે. ભારતમાં લગ્નના સિઝનમાં સોના-ચાદીની ખરીદી થતા કિંમતોમાં ઉછાળો આવશે. તેનાથી જો હાલની કિમત પર સોનામાં રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે મોટો ફાયદો થઈ શકે છે. જાણકારોના મતે, 2021માં સોનાની કિમતમાં વધારો થઈ શકે છે. આશા છે કે, આ વર્ષે સોનાની કિંમત 63 હજાર રૂપિયાની પાર પહોંચી જશે. જો ાવુ થશે તો રોકાણકારોને ભારે ફાયદો થશે.

તમને જણાવી દઈએ કે, સોનાની આયાત ચાલુ નાણાકિય વર્ષ 2020-21ના પહેલા 11 મહિના(એપ્રિલ-ફેબ્રુઆરી)માં 3.3 ટકા ઘટીને 26.11 અરબ ડોલર પર પહોંચી ગયું હતું. ચાલુ નાણાકીય વર્ષના પહેલા 11 મહિનામાં વ્યાપાર ખોટ ઘટીને 84.62 અરબ ડોલર રહી ગઈ હતી. જે એક વર્ષ પહેલા આજ સમયગાળામાં 151.37 અરબ ડોલર રહ્યો હતો.