આચાર્ય બાલકૃષ્ણે કહ્યું – પતંજલિ યોગપીઠે કોરોનાની આયુર્વેદિક દવા શોધી

આચાર્ય બાલકૃષ્ણે કહ્યું – પતંજલિ યોગપીઠે કોરોનાની આયુર્વેદિક દવા શોધી

  • બાલકૃષ્ણે કહ્યું- દવાનું 100% પરિણામ જોવા મળ્યું, 80% દર્દીઓ માત્ર 5-6 દિવસમાં સાજા થયા
  • તેમણે કહ્યું- જાન્યુઆરીથી જ પતંજલિ યોગપીઠના વૈજ્ઞાનિકોએ કોરોનાની દવા પર કામ કરવાનું શરૂ કર્યું હતું

કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે અને સંક્રમિતોને સાજા કરવા માટે આયુર્વેદિક દવા તૈયાર કરવામાં આવી છે. આ દાવો પતંજલિ યોગપીઠના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણે શનિવારે કર્યો હતો. તેમણા જણાવ્યા પ્રમાણે, દવાનું પહેલા તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે. તેનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ દવા લેવાથી સેંકડો દર્દીઓ સાજા થયા છે. આગામી 3-4 દિવસમાં સાજા થયેલા દર્દીઓના ડેટાની સાથે તમામ પુરાવા વિશ્વની સામે સમક્ષ રજૂ કરવામાં આવશે. 

બાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે, ”કોરોના જ્યારે ફેલાવવાનો શરૂ થયો હતો ત્યારે અમારી વૈજ્ઞાનિકોની ટીમ રિસર્ચ માટે રોકાયેલી હતી. વૈજ્ઞાનિકોએ કોરોનાથી લડવા, ફેલાવવાને રોકવા અને મટાડવા માટે ઔષધીની ઓળખ કરી. તેમને પ્રક્રિયા માટે તૈયાર કર્યા પછી ટ્રાયલ કરવામાં આવ્યું. સેંકડો કોરોના પોઝિટિવ દર્દીઓને આ દવાઓ આપવામાં આવી. તેનું 100% પરિણામ મળ્યું. ”

70-80% લોકો માત્ર 5-6 દિવસમાં સાજા થઈ ગયા 
બાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે, ”જે કોરોના પોઝિટિવ દર્દીઓને દવા આપવામાં આવી તેમાંથી 70થી 80 ટકા દર્દીઓ માત્ર 5થી 6 દિવસમાં સાજા થઈ ગયા. દવા લીધા બાદ 14 દિવસની અંદર બધા દર્દીઓ સ્વસ્થ થઈ ગયા. આ તમામ દર્દીઓ બાદમાં કોરોના નેગેટિવ હોવાનું જાણવા મળ્યું. એટલું જ નહીં, ગંભીર દર્દીઓને પણ આ દવા આપવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ પણ થઈ ગયા હતા. દર્દીઓને કફ, તાવ, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ પણ દૂર થઈ ગઈ.” 

આયુર્વેદમાં કોરોનાની 100% સારવાર
બાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે, ”આયુર્વેદથી કોરોનાનો ઉપાય 100% શક્ય છે. ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા મળી છે. હવે ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ કરી રહ્યા છીએ. અત્યાર સુધી તેમાં પણ સાકરાત્મક પરિણામ મળ્યા છે. આવનાર 3-4 દિવસમાં અમે તેની સંપૂર્ણ વિગતો પુરાવા સાથે વિશ્વ સમક્ષ રજૂ કરીશું.”

સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો દવા બનાવવામાં રોકાયા
પતંજલિ યોગપીઠના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ જે કોરોના સંક્રમણની દવા શોધી હોવાનો દાવો કરી રહ્યા છે, જેના માટે સમગ્ર દુનિયાના મોટામાં મોટા વૈજ્ઞાનિકો દિવસ-રાત શોધ કરી રહ્યા છે. જો બાલકૃષ્ણનો આ દાવો સાચો સાબિત થાય છે તો ભારત સહિત સમગ્ર દુનિયા માટે મોટી રાહતની વાત હશે.

એટલું જ નહીં ભારત અને આર્યુવેદનો ડંકો આખી દુનિયામાં વાગશે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં  77.39 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 4.28 લાખ લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં હવે ભારત જ એવો દેશ છે  જ્યાં ચેપ ફેલાવાનો દર અને તેનાથી થતા મૃત્યુની સંખ્યા વધી રહી છે.