આખા અમદાવાદને શાકભાજી પુરું પાડતું જમાલપુર APMC શાકમાર્કેટ આ તારીખ સુધી બંધ, કારણ કોરોના નથી પણ…

આખા અમદાવાદને શાકભાજી પુરું પાડતું જમાલપુર APMC શાકમાર્કેટ આ તારીખ સુધી બંધ, કારણ કોરોના નથી પણ…

જમાલપુર APMC શાકમાર્કેટ તા. ૧૫ જુલાઈ સુધી બંધ રહેશે. પોલીસે મંજૂરી નહીં આપતાં જમાલપુર APMC શાકમાર્કેટના હોલસેલના વેપારીઓ હડતાલ પર ઊતરી ગયા છે અને આગામી તા. ૧૫ જુલાઈ સુધી શાકમાર્કેટ બંધ રાખવાનું નક્કી કર્યું છે.

આમ, શાકમાર્કેટ બંધ રહેવાને કારણે લગભગ એક પખવાડિયું શહેરીજનોને શાકભાજી સરળતાથી ઉપલબ્ધ નહીં થાય. જમાલપુર APMC શાકમાર્કેટ શાકભાજીની આવક ઘટવાને પગલે જુદા જુદા વિસ્તારોમાં શાકભાજીનો સપ્લાય ઘટવાને કારણે શાકભાજીના ભાવ વધશે. સોમવારે ટામેટાંના કિલોના ભાવ વધીને રૂ. ૧૦૦ થઈ ગયા છે.

તેમજ રીંગણ, દૂધી, ચોળી, ગવાર, પરવર, ભીંડા, કારેલાં, વગેરે શાકભાજીના ભાવ વધી કિલોદીઠ રૂ. ૮૦થી રૂ. ૯૦ થઈ ગયા છે. કોરોનાનો રોગચાળો વકરતો અટકાવવા જમાલપુર APMC શાકમાર્કેટ બંધ કરાયું હતું અને તે જેતલપુર ખસેડાયું હતું અને ત્યાપછી ફરી પાછા શાકભાજીના હોલસેલના વેપારીઓ જમાલપુર APMC શાકમાર્કેટ ખાતે કામકાજ શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

પરંતુ પોલીસે ફક્ત ૩૩ ટકા એટલે કે ૧૫૯ વેપારીઓ પૈકી ફક્ત ૫૩ વેપારીઓને દર ત્રણ દિવસે વારાફરતી એક ગાડી- ટ્રક ભરીને શાકભાજી લાવવાનો નિયમ કરવાના વિરોધમાં જમાલપુર APMC શાકમાર્કેટના વેપારીઓએ તા. ૨૯ જૂનથી હડતાળ પર ઊતરી ગયા છે.