અ’વાદમાં સ્કૂલવાન ચાલકની ઘોર બેદરકારી, 80ની સ્પીડે દોડતી વાનમાંથી 3 બાળકો ગબડી પડ્યા

અ’વાદમાં સ્કૂલવાન ચાલકની ઘોર બેદરકારી, 80ની સ્પીડે દોડતી વાનમાંથી 3 બાળકો ગબડી પડ્યા

નિકોલની સોમવારની બનેલી ઘટના પરથી સ્પષ્ટ થયુ કે, નવો બનાવેલો રોડ સેફ્ટી એકટનો કાયદો ફક્તને ફક્ત કાગળ પર છે પોલીસ અને આરટીઓ ફક્ત પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવામાં લાગે લો રહે છે.

નિકોલના ઇશ્વર બંગલો પાસે પ્રાઇવેટ પાર્સિંગની સ્કુલવાનના ચાલકે બેદરકારીથી પુરપાટ ઝડપે પોતાનુ વાહન હંકારી સ્કૂલેથી ઘરે જતાં બાળકોને નીચે પાડી દીધા હતા.

જેમાં ધોરણ-૧૧ કોમર્સમાં ભણતી વિદ્યાર્થીનીને ઇજાઓ પહોચી હતી અને તેમે બે બાળકોને પોતાના ખોળામાં રાખી ઇજા થતાં બચાલી લીધા હતા. ૧૨.૩૬ કલાકે બનેલી ઘટનામાં ટ્રાફિક પોલીસે મોડી રાત્રે ગુનો નોધ્યો ત્યારે વસ્ત્રાલ એઆરટીઓ તો ઉંઘતા જ રહ્યા અને સાંજે પાંચ વાગ્યે સ્કૂલ બંધ થયા બાદ આટો મારવા ગયા હતા. સ્કુવાનનો ચાલક ભાગી ગયો અને તેના માલિક સામે પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.

સોમવારે નિકોલની પંચામૃત સ્કૂલમાં પ્રાઇવેટ સ્કુલવાનનો ચાલક કાલુ દેસાઇ બેફામ હંકારતા ધોરણ-૧૧ કોમર્સની વિદ્યાર્થી, ધોરણ-૩ના બે વિદ્યાર્થી નીચે પડયા હતા પરંતુ વિદ્યાર્થીનીએ ધોરણ-૩ના બે બાળકોને ખોળામાં રાખી લેતા તેમને ઇજા થઇ ન હતી પરંતુ વિદ્યાર્થીનીને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી.

વાનમાં કેટલા બાળકો તે અંગે કારના માલિક પ્રવિણચંદ્ર જયસ્વાલની પોલીસ પૂછપરછ કરશે. વસ્ત્રાલ એઆરટીઓ નિમીષા પંચાલ સાંજે પોણા પાંચ સુધી ઘટનાથી અજાણ હતા અને સ્કુલ બંધ થઇ ગયા બાદ તેઓ સ્કુલ પર ગયા હતા.

આવી ઘટના બને છતાં ટ્રાફિડ ડીસીપી અશ્વિન ચૌહાણ, એસીપી સહિતના અધિકારીઓ મોડી સાંજ સુધી નિષ્ક્રિય રહ્યા હતા. પૂર્વ વિસ્તારમાં રોજ બરોજ ભારે વાહનો સામાન્ય લોકોના જીવ લે છે પરંતુ ટ્રાફિક પોલીસ અને આરટીઓના ખીસ્સા ભરાય તે માટે આ ભારે વાહનો સામે કે આવા વાહનો સામે કોઇ જ કાર્યવાહી થતી નથી.

ડીઈઓ તપાસ રિપોર્ટ શિક્ષણ વિભાગને મોકલશે

પંચામૃત સ્કૂલની સમગ્ર ઘટના અંગે રાજ્ય શિક્ષણ વિભાગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પાસે રિપોર્ટ માગે છે. ડીઈઓ કચેરી ટીમ દ્વારા પણ સ્કૂલમાં સ્થળ તપાસ કરવામાં આવશે. ડીઈઓના રિપોર્ટમાં સ્કૂલની બેદરકારી સામે આવશે તો સ્કૂલ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી થશે.