અલીબાબાના સિંગલ્સ ડે સેલ્સે 14 કલાકમાં જ રૂપિયા 1.71 લાખ કરોડનો આંકડો સ્પર્શી લીધો

અલીબાબાના સિંગલ્સ ડે સેલ્સે 14 કલાકમાં જ રૂપિયા 1.71 લાખ કરોડનો આંકડો સ્પર્શી લીધો

  • 1000 કરોડ રૂપિયાના વેચાણના આંકડા શરૂઆતી 1.09 મિનિટમાં જ સ્પર્શી ગયા હતા.
  • 24 કલાકના વેચાણમાં ગત વર્ષ આશરે 2 લાખ કરોડ રૂપિયાના પ્રોડક્ટનું વેચાણ થયું હતું.

બેજીંગઃ ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાનું સિંગલ્સ ડે સેલ્સ શરૂઆતી 14 કલાકમાં 24 અબજ ડોલર (આશરે રૂપિયા 1.71 લાખ કરોડ) થયું છે. રૂપિયા 1000 કરોડનો આંક શરૂઆતી 1 મિનિટ 8 સેકન્ડમાં જ સ્પર્શી ગયો હતો. રવિવાર રાત્રે 12 વાગે (ચીનના સમય પ્રમાણે) શરૂ થયેલ ઓનલાઈન વેચાણ સોમવારની રાત્ર સુધી ચાલશે. આ પ્રમાણે ગત વર્ષના 30 અબજ ડોલરના વેચાણનો આંકડો પાર થઈ જવાની શક્યતા છે.

સિંગલ્સ ડે વેચાણમાં આ વર્ષ 10 ટકા ગ્રોથની શક્યતાઃ વિશ્લેષણ

1. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર અને ચીનની અર્થવ્યવસ્થામાં મંદીને લીધે અલીબાબા ગ્રોથના મોરચે આ વર્ષ દબાણનો સામનો કરે છે. વિશ્લેષકોના મતે સિંગલ્સ ડે સેલમાં પણ આ વર્ષ ફક્ત 10 ટકા ગ્રોથની આશા રાખે છે. ગત વર્ષ 27 ટકા રહ્યું હતું. બીજીબાજુ કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળવાને લીધે ગ્રાહકોની સંખ્યા વધે છે, પછી ભલે અર્થવ્યવસ્થા ગમે એટલી મુશ્કેલીમાંથી પસાર થતી હોય.

2. સિંગલ્સ ડે આ વર્ષ માટે પણ એટલું જ મહત્વનું છે. કારણ કે અલીબાબા હોંગકોંગના શેરબજારમાં લિસ્ટીંગ માટે IPO મારફતે 15 અબજ ડોલરનું ભંડોળ એકત્રિત કરવાની પણ યોજના ધરાવે છે. એવું માનવામાં આવે છે કે સિંગલ્સ ડે સેલના આંકડા IPO માં રોકાણકારોને આકર્ષવામાં મદદરૂપ બની શકે છે.

3. અલીબાબાએ વર્ષ 2009માં ચીનમાં સિંગલ્સ ડે સેલની શરૂઆત કરી હતી. તેનો દિવસ 11મી નવેમ્બર એટલા માટે નક્કી કરવામાં આવેલ છે કારણ કે આ તારીખમાં 1111 એટલે કે ચાર વખત સિંગલ આવે છે. અલીબાબાની સિંગલ્સ ડે હવે વિશ્વભરમાં સૌથી મોટું ઓનલાઈન સેલ બની ગયું છે. અમેરિકામાં આ પ્રકારના સેલ સાઈબર મંડેમાં ગત વર્ષ 7.90 અબજ ડોલરનું વેચાણ થયું હતું.