અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટે 40 દિવસની સુનાવણી પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો; નવેમ્બરમાં ચુકાદો

અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટે 40 દિવસની સુનાવણી પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો; નવેમ્બરમાં ચુકાદો

ઈકબાલ અંસારીના વકીલે દાવો કર્યો છે કે, મધ્યસ્થતાની વાત ખોટી છે, અમે જમીન નહીં છોડીએ, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- આજે સુનાવણીનો છેલ્લો દિવસ, દલીલની ડેડ લાઈન 5 એટલે 5 જ

નવી દિલ્હી: દશકાઓથી ચાલી રહેલા અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની આજે અંતિમ સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. હિન્દુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા, રામજન્મભૂમિ ન્યાસ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પહેલાં સપ્તાહમાં આ કેસનો ચુકાદો આવી શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આજે સાંજે 5 વાગે સુનાવણી ખતમ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ દરેક પક્ષોએ 4 વાગતા સુધીમાં જ દલીલો પૂર્ણ કરી દીધી હતી.

સૌથી છેલ્લે મુસ્લિમ પક્ષ તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે લેખિતએફિડેવિટ, મોલ્ડિંગ ઓફ રિલીફને લેખિતમાં જમા કરાવવા માટે 3 દિવસનો સમય આપ્યો છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું….

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, નકશો જોતા લાગે છે કે, રામચબૂતરો અંદર હતો. આ વિશે રાજીવ ધવને કહ્યું કે, બંને બાજુ કબ્રસ્તાન જ છે. રાજીવ ધવને કહ્યું કે, ચબૂતરો પણ મસ્જિદનો જ ભાગ છે. માત્ર ઈમારત જ નહીં પરંતુ સમગ્ર જગ્યા જ મસ્જિદનો હિસ્સો છે. રાજીવ ધવને કહ્યું કે ત્યાં મસ્જિદ હતી, તે અમારી હતી અને અમે પુનનિર્માણના હકદાર છીએ. ઈમારત ભલે તોડી પાડવામાં આવી હોય પરંતુ માલિકી હક અમારો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષને ASIનો નક્શો સમજાવવા કહ્યું હતું.

રાજીવ ધવને હિન્દુ પક્ષકારોની દલીલનો જવાબ આપતા કહ્યું કે, યાત્રીઓના પુસ્તકો સિવાય તેમની પાસે ટાઈટલ એટલે કે માલિકી હકનો કોઈ પૂરાવો નથી. તેમણે કહ્યું કે તેમની વિક્રમાદિત્ય મંદિરની વાત માની લઈએ તો પણ તે રામજન્મભૂમિ મંદિરની દલીલ સાથે મેળ જ નથી થતી. તેમણે કહ્યું કે, 1886માં ફેઝાબાદ કોર્ટ કહી ચૂકી છે કે, ત્યાં હિન્દુ મંદિરનો કોઈ પુરાવો નથી મળ્યો. હિન્દુઓએ આ વાત પડકારી પણ નથી. રાજીવ ધવને આ દરમિયાન ભારતના ઈતિહાસ વિશે જણાવ્યું છે કે, ભારતમાં આર્યન સમયથી લોકો રહે છે. ઘણાં લોકો હજારો વર્ષો સુધી અહીં રહ્યા છે. ભારત એક નહતું પણ ઘણાં હિસ્સાઓ સાથે જોડાયેલું હતું. તેમણે કહ્યું કે, શિવાજી સમયે હિન્દુસ્તાનમાં રાષ્ટ્રવાદ વધ્યો હતો. રાજીવ ધવને કહ્યું કે, હિન્દુ મંદિરનો કોઈ પુરાવો નથી. 1886માં કમિશનરે કહ્યું હતું કે, હિન્દુઓ પાસે કોઈ અધિકાર નથી.

હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલોમાં બોલાચાલી

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ દરમિયાન નિર્ણયના અનુવાદ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ અનુવાદને યોગ્ય ગણાવ્યું અને વધુ એક ફકરો વાંચ્યા, પણ અમે તેમને પહેલા પણ સાંભળી ચુક્યા છીએ. બાબર દ્વારા મસ્જિદના નિર્માણ માટે ગ્રાન્ટ અને ભાડું માફ કરવાના દસ્તાવેજ છે. આ અંગે જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, ગ્રાન્ટમાંથી તમને માલિકી અધિકારની પુષ્ટી કેવી રીતે થાય છે? રાજીવ ધવને કહ્યું કે, જમીદારી અને ભાડાના જમાના પ્રમાણે જોવા જઈએ તો જમીનના માલિકને જ ગ્રાન્ટ મળતી હતી. રાજીવ ધવને કહ્યું કે, આ લોકોની દલીલો મૂર્ખતા ભરેલી છે કારણ કે તેમને ભૂમિ કાયદા અંગેની કોઈ માહિતી નથી. આ અંગે પીએન મિક્ષાએ કહ્યું કે, લેન્ડલોજ પર બે પુસ્તક લખ્યા છે અને તમે કહી રહ્યાં છો કે મને કાયદો નથી ખબર. આ અંગે રાજીવ ધવને કહ્યું કે,તમારા પુસ્તકોને સલામ તેની પર પીએચડી કરી લો.

6 ડિસેમ્બર 1992એ અમારી પ્રોપર્ટી નષ્ટ થઈ
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, હિન્દુ પક્ષકારોએ કુરાન આધારિત જે પણ દલીલો કરી છે તેમાં કોઈ દમ નથી. રાજીવ ધવને કહ્યું કે, અમે અમારી જમીન પર કબજો ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે, જે દસ્તાવેજોની વાત થઈ રહી છે તેના ચાર અર્થ છે. પહેલો ઉર્દુ, પછી હિન્દી જે જિલાની તરફથી થયું, પછી ફરી એક હિન્દી જે હાઈકોર્ટ જસ્ટિસ અગ્રવાલ તરફથી કરાયું. તેમણે કહ્યું કે, 2017માં ચોથું ટ્રાન્સલેશન થયું હતું. મુસ્લિમ પક્ષે તેમની દલીલમાં કહ્યું કે, 6 ડિસેમ્બર 1992માં જે નષ્ટ કરવામાં આવી તે અમારી પ્રોપર્ટી હતી. વક્ફ સંપત્તિના મતવલ્લી જ તેના સમારકામના જવાબદાર હોય છે. તેને બોર્ડ જ નક્કી કરે છે. રાજીવ ધવને કહ્યું કે, અયોધ્યાને અવધ અથવા ઔધ લખવામાં આવે છે. તેની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ વિશે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જો અમે તમારા આધારે જોઈએ તો તે માલિકીહકના દસ્તાવેજો નથી.

નક્શો ફાડવાની વાત વાયરલ થઈ ગઈ
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, મેં કોર્ટમાં નકશો ફાડ્યો તે વાત વાયરલ થઈ ગઈ છે. પરંતુ મેં આ કોર્ટના આદેશથી કર્યું છે. મેં એવું કહ્યું હતું કે, હું આને ફેંકવા માંગુ છુ ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તમે ફાડવા માંગતા હોવ તો આને ફાડી શકો છો.

મુસ્લિમ પક્ષની દલીલો શરૂ…
બપોરે અઢી વાગ્યે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવની બોલાચાલી શરૂ થઈ હતી, તેમણે બોલવા માટે દોઢ કલાકનો સમય મળ્યો છે. રાજીવ ધવને કહ્યું કે, ધર્મદાસે ફક્ત એવું સાબિત કર્યું કે તે ગુરુ નહીં પણ પૂજારી છે, આ ઉપરાંત હિન્દૂ મહાસભા તરફથી સરદાર રવિરંજન સિંહ, બીજા વિકાશ સિંહ, ત્રીજા સતીજા અને ચોથા હરિ શંકર જૈનેના પુરાવા આપવામાં આવ્યા છે.

રાજીવ ધવને કહ્યું કે, તેનો અર્થ છે કે મહાસભા 4 વિભાગોમાં વહેંચાઈ ગઈ છે, શું કોઈ બીજી મહાસભા તેને સપોર્ટ કરે છે? આ ઉપરાંત તેમણે રંજીત કુમારને જવાબ આપતા કહ્યું કે, તેમણે પાર્ટી ન બનવાનો સવાલ કર્યો, પરંતુ શું આપણે કોઈને પાર્ટી બનાવીશું?

પીએમ મિશ્રાની દલીલ
પીએન મિશ્રાએ સુનાવણીમાં ટ્રૈફન છેલર અને નિકોલો મનુચી જેવા 16મી સદીમાં આવેલા વિદેશ યાત્રિઓના લેખનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મંદિરનો તો ઉલ્લેખ છે પણ મસ્જિદનો ક્યાંય નથી. બ્રિટિશ ગજેટિયરમાં પણ રામ મંદિરનો જ ઉલ્લેખ છે. આ દરમિયાન જસ્ટિસ બોબડેએ ક્રોનોલોજી બતાવવા કહ્યું તો, જસ્ટિસ ચંદ્રચુડે લિમિટેશનનો સવાલ કર્યો. પીએમ મિશ્રાએ કહ્યું કે, 1934માં અમારા પૂજાના અધિકાર પર હુમલો કરાયો

માત્ર ત્રણ દલીલોને સાંભળશે કોર્ટ
લંચ પછી ફરીથી આ કેસમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. જોકે જસ્ટિસની બેન્ચે સ્પષ્ટ કરી દીધું છે કે, માત્ર પીએન મિશ્રાને સાંભળવામાં આવશે, ત્યારપછી મુસ્લિમ પક્ષ અને પછી મોલ્ડિંગ ઈફી રિલીફને સાંભળવામાં આવશે.

બુદ્ધિસ્ટ સભાની દલીલ સાંભળવાનો ઈનકાર કર્યો
લંચ પછી સુપ્રીમ કોર્ટમાં બુદ્ધિસ્ટ સભા તરફથી વકીલ રણજીત થોમસે દલીલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોર્ટે તેમને સાંભળવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે અમે તેમને ડીટેગ કરી દીધા છે. એટલે કે જેમણે આ કેસમાં સિવિલ અપીલ દાખલ નથી કરી તેમને કોઈ પણ ભોગે સાંભળવામાં નહીં આવે.

વકીલોની આકરી દલીલોથી સીજેઆઈ નારાજ

વકીલોની આકરી દલીલો વચ્ચે ચીફ જસ્ટિસ નારાજ થઈ ગયા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન કહ્યું છે કે, અમારી તરફથી બંને બાજુથી દલીલો પૂર્ણ થઈ ગઈ છે. અમે માત્ર એટલા માટે તમને સાંભળી રહ્યા છીયે કે કોઈને કઈ કહેવું હોય તો કહી દો. અમે અત્યારે પણ ઉભા થઈને જઈ શકીએ છીએ.

શિયાવક્ફ બોર્ડ તરફથી દલીલમાં કહેવામાં આવ્યું હતું કે, અહીં સુન્ની લોકો દાવો કરી શકે નહીં. કારણકે અહીં શિયાની મસ્જિદ હતી. શિયા વક્ફબોર્ડ તરફથી એમસી ધિંગડાએ કહ્યું કે, અહીં શિયાની મસ્જિદ હતી. 1966માં આવેલા નિર્ણયથી અમને બે દખલ કરી દેવામાં આવ્યા હતા. 1946માં બે જજમેન્ટ આવ્યા હતા. એક અમારા પક્ષમાં હતો અને બીજો સુન્નીના પક્ષમાં. 20 વર્ષ પછી 1966માં કોર્ટે અમારો દાવો નકારી દીધો

નિર્મોહી અખાડાએ રામજન્મભૂમિ ન્યાસનો વિરોધ કર્યો….

  • નિર્મોહી અખાડા તરફથી સુશીલ જૈને કહ્યું કે, તેમણે 1961નો નક્શો જોયો છે, જે ખોટો હતો. તેમણે કોઈ પણ પુરાવા વગર સૂટ ફાઈલ કર્યું છે. ત્યાંની ઈમારત હંમેશા મંદિર જ હતી. એવો કોઈ પુરાવો નથી કે મસ્જિદ બાબરે બનાવી છે. અમે ક્યારેય મુસ્લિમોને જમીનનો હક નથી આપ્યો. અમે હંમેશા એવું જ કહ્યું છે કે, એ મંદિર છે. આ વિશે જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, જે સૂટ દાખલ કરવામાં આવ્યો છે તે ટાઈટલનો છે. તેમાં એક્સેસની કોઈ વાત નથી.
  • નિર્મોહી અખાડા તરફથી સુશીલ જૈને કહ્યું કે, અમારો દાવો મંદિરની જમીન, સ્થાઈ સંપત્તિ પર માલિકી અધિકાર છે. મુસ્લિમ પક્ષકારોના આ દાવામાં દમ નથી કે 22-23 ડિસેમ્બરે 1949ની રાતે સાધુ જબરજસ્તી સ્ટ્રક્ચરમાં ઘૂસીને મૂર્તિ મૂકી ગયા હતા. તેમણે કહ્યું કે, આ શક્ય નથી કે મુસ્લિમો હોય ત્યારે કોઈ સરળતાથી ઘૂસી જાય અને એમ પણ 23 ડિસેમ્બરે શુક્રવાર હતો. આ સાથે જ નિર્મોહી અખાડાની દલીલ પૂર્ણ થઈ હતી.

સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ હિન્દુ મહસાભાની છેલ્લી દલીલ

  • સુપ્રીમ કોર્ટમાં ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભા તરફથી વિકાસ સિંહે એડિશનલ ડોક્યુમેન્ટ તરીકે પૂર્વ આઈપીએસ કિશોર કુણાલનું પુસ્તક બેન્ચને આપવામાં આવ્યું છે. આ વિશે મુસ્લિમ પક્ષના વકીલ રાજવ ધવને વિરોધ વ્યક્ત કર્યો છે. રાજીવ ધવને કહ્યું છે કે, આને ઓન રેકોર્ડ ન લેવી જોઈએ. આ એકદમ નવી વસ્તુ છે. કોર્ટ તેને પરત કરી દે. આ વિશે કોર્ટે તેઓ આ પુસ્તક પછીથી વાંચશે એમ કહીને હિન્દુ પક્ષકારના વકીલને પરત કરી દીધું છે.
  • વિકાસ સિંહ તરફથી દલીલ કરતાં કહેવામાં આવ્યું હતું કે, સીજેઆઈઆઈએ નવા દસ્તાવેજ લાવવાની મનાઈ કરી હતી પરંતુ કોઈ પક્ષ પુરાવા કે પુસ્તક આપી શકે છે.

નિર્મોહી અખાડા તરફથી ધર્મદાસના વકીલે દલીલો કરી

ધર્મદાસ તરફથી વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું કે, ટાઈટલ પર અમને વિવાદ નથી. હિન્દુઓને જે રામલલ્લાનો અધિકાર મળશે તેમાં અમને પણ સેવાનો લાભ મળશે. સેવાનો લાભ નિર્મોહી અખાડાને પણ છે. અમે સૂટ ફાઈનલ નથી કર્યું તો અમે ડિફેડેન્ટ છીએ. ધર્મદાસ તરફથી કહેવામાં આવ્યું છેકે, અત્યારે તો અમે જ એક માત્ર સેવાના દાવેદાર છીએ. જ્યારે ત્યાં રિસીવરની નિમણૂક કરવામાં આવી ત્યારે પણ અમારા અખાડા સેવા, શોભાયાભા અને ઉત્સવનું આયોજન અને દેખરેખ કરતાં હતા. પરંતુ પછી અમને બહાર કરી દેવામાં આવ્યા. નિર્મોહી અખાડા તરફથી કહેવામાં આવ્યું કે, રામલલ્લા જન્મસ્થાનની સેવાનો અધિકાર તેમનો છે. આ વિશે જસ્ટિસ ભૂષણે કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે નિર્મોહી અખાડાને સેવાયાયી માન્યા છે. આ વિશે જયદીપ ગુપ્તાએ કહ્યું કે, આ દાવો ખોટો છે. તેની સાથે જયદીપ ગુપ્તાએ દલીલ ખતમ થઈ ગઈ હતી.

સુન્ની વક્ફ બોર્ડે કેસ પરત લેવા અરજી દાખલ કરી હોવાની અફવા

આ દરમિયાન કેસમાં એક નવો વળાંક આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ કેસમાં એવી અફવા ચાલી રહી છે કે, ઉત્તર પ્રદેશના સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ આ મામલે કેસ પરત લેવાની અરજી સુપ્રીમ કોર્ટમાં આપી શકે છે. અફવા પ્રમાણે વક્ફ બોર્ડે મધ્યસ્થતા પેનલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી છે. જોકે મુસ્લિમ પક્ષ તરફથી આ અફવાને નકારી દેવામાં આવી છે. બીજી બાજુ ચીફ જસ્ટિસે પણ આ કેસમાં હવે કોઈ પણ વચગાળાની અરજી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

મુસ્લિમ પક્ષે અફવાઓ નકારી

  • મુસ્લિમ પક્ષ તરફથી પક્ષકાર ઈકબાલ અંસારીના વકીલ એમ.આર. શમશાદે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સુન્ની વક્ફ બોર્ડે જમીન પર દાવો છોડવાની વાત નથી કરી. આ બધી અફવાઓ છે.
  • ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની દલીલ શરૂ થતાં પહેલાં મુસ્લિમ પક્ષના વકીલ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એમ.આર. શમશાદે તેમના નિવેદનમાં લખ્યું છે કે, હું આ કેસમાં છેલ્લાં કેટલાક સમયથી હાશિમ અંસારી અને ઈકબાલ અંસારી તરફથી દલીલો રજૂ કરી રહ્યો છું. સુન્ની વક્ફ બોર્ડ વિશે મધ્યસ્થતાની વાતો ચાલી રહી છે. તે વિશે ખુલાસો કરવા માંગુ છું કે, મેં આવી કોઈ એફિડેવિટ મધ્યસ્થતીઓ દ્વાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી નથી. નિવેદનમાં વકીલે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષ તરફથી કુલ 6 પાર્ટીઓ આ કેસ લડી રહી છે. તેમાં સુન્ની વક્ફ બોર્ડ એક પાર્ટી છે. દરેક 6 પાર્ટીઓ તેમના તરફથી દલીલો રજૂ કરી રહ્યા છે.

ચીફ જસ્ટિસે કહ્યું હતું- દલીલની અંતિમ ડેડ લાઈન આજે સાંજે 5 વાગ્યા સુધી
બીજી બાજુ ચિફ જસ્ટિસ રંજન ગોગોઈએ અયોધ્યા કેસની સુનાવણી વિશે અંતિમ ડેડ લાઈન આપી દીધી હતી. જસ્ટિસે કહ્યું હતું આજે પાંચ વાગ્યા પછી આ કેસ વિશે અન્ય કોઈ દલીલ સાંભળવામાં આવશે નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, તેઓ હવે આ કેસમાં કોઈ વચગાળાની અરજી પણ સ્વીકારશે નહીં.

દાવો- સુન્ની પક્ષ વિવાદી જમીન છોડવા તૈયાર
સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ ચાલેલી અયોધ્યા કેસની મેરેથોન સુનવણી બુધવારે પૂરી થઈ. વકીલોની ગરમાગરમી વચ્ચે પાંચ જજની બંધારણીય પીઠે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુનવણીના છેલ્લા દિવસે મધ્યસ્થી સમિતિએ અયોધ્યા વિવાદના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટમાં સેટલમેન્ટ રિપોર્ટ રજૂ કરતા આ કેસમાં રસપ્રદ વળાંક આવ્યો. સૂત્રોના જણાવ્યાનુસાર, સુન્ની વક્ફ બોર્ડે શરતો સાથે કહ્યું કે, વિવાદિત જમીન સરકારને આપવામાં અમને વાંધો નથી. જોકે, તેમણે મસ્જિદ માટે બીજી જગ્યાએ જમીન માંગી છે. આ રિપોર્ટ મુદ્દે બંધારણીય બેન્ચ ગુરુવારે વિચાર કરશે.
સેટલમેન્ટ અરજી: સદભાવના સંસ્થાન બનાવવાની સલાહ આપી
સૂત્રો અનુસાર, રિપોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડે વિવાદિત જમીન છોડવાની વાત કહી છે. સાથે જ કહ્યું કે
અયોધ્યાની અમુક મસ્જિદોનું સમારકામ થવું જોઈએ. સાથે જ આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા દ્વારા સંરક્ષિત સ્મારકોમાં ઈબાદતની મંજૂરી આપવામાં આવે. આ સ્મારકોની ઓળખ સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી સમિતિ કરે.
ભાઈચારો કાયમ રાખવા માટે અયોધ્યામાં સદભાવના સંસ્થાનની રચના કરાય. દેશના ધાર્મિક સ્થળોએ 1947થી પહેલાવાળી સ્થિતિ યથાવત્ રાખવાનો કાયદો લાગુ કરવામાં આવે. તેની સાથે સંકળાયેલો કાયદો 1991માં નરસિંહ રાવ સરકારે પસાર કર્યો હતો.
રિપોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડ, નિર્વાણી અખાડા(નિર્મોહી અખાડાનું સંરક્ષક સંગઠન), હિન્દુ મહાસભા અને રામજન્મભૂમિ પુનરુદ્ધારના પ્રતિનિધિઓના હસ્તાક્ષર છે. જોકે કુલ 20 પક્ષકાર છે.
મધ્યસ્થતા સમિતિએ સોમવારે સુપ્રીમકોર્ટને સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ જફર અહેમદ ફારુકીએ સુરક્ષા આપવાની માગણી કરી હતી. જોકે તેમણે તેના કારણોનો ખુલાસો નહોતો કર્યો.
ધવને દલીલો સાથે શેર સંભળાવ્યો- ન સમઝોગે તો મિટ જાઓગે એ હિન્દોસ્તાંવાલો
સુનાવણી સવારે 10.40 વાગ્યે શરૂ થઇ.
ચીફ જસ્ટિસ: 5 વાગ્યા સુધીમાં સુનાવણી પૂરી કરીશું.
વૈદ્યનાથન (રામલલા વિરાજમાન): મુસ્લિમ પક્ષ કહે છે કે રામ ચબૂતરો રામનું જન્મસ્થળ છે. અમે સાબિત કર્યું કે શ્રદ્ધાળુઓ ત્યાં પૂજા કરતા હતા અને 1855માં લાગેલી રેલિંગને પાર કેન્દ્રીય ગુંબજ નીચે સ્થિત ગર્ભગૃહના દર્શન કરતા હતા. સુન્ની વક્ફે કહ્યું કે જમીન રાજ્ય સાથે સંબંધિત છે.
પી. એન. મિશ્રા (શ્રીરામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિ): ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 1828ના ગેઝેટિયરમાં એ વાતનો ઉલ્લેખ નથી કે મુસ્લિમો ત્યાં નમાજ અદા કરતા હતા. વિલિયમ ફિન્ચના પુસ્તકમાં પણ આવો કોઇ ઉલ્લેખ નથી.
ધવન (મુસ્લિમ પક્ષ): મિશ્રાને લેન્ડ ગ્રાન્ટની કોઇ માહિતી નથી. મિશ્રાએ લેન્ડ રેવન્યૂ અંગે ઘણાં પુસ્તકો લખ્યા છે, જે પીએચ.ડી.ના ઘણાં સ્ટુડન્ટ્સ દ્વારા રિફર કરાયા છે. મને તે સ્ટુડન્ટ્સ પર પણ દયા આવી રહી છે.
જસ્ટિસ ચંદ્રચૂડ: અંગત ટિપ્પણી ન કરો.
ધવન: 1855ના જે કાર્યો પર તેઓ નિર્ભર છે તે ગેરકાયદે છે. ગેરકાયદે કાર્યો પર રાહત ન માગી શકાય. ધવને એક નકશો રજૂ કરીને કહ્યું કે અમે રામ ચબૂતરાને પણ મસ્જિદનો ભાગ માનીએ છીએ. માત્ર ગુંબજ જ મસ્જિદ નથી.
જસ્ટિસ ચંદ્રચૂડ: તમે જે નકશો બતાવી રહ્યા છો તેમાં તો ચબૂતરો અંદરના આંગણામાં બતાવાયો છે.
ધવન: તમે નકશો કદાચ ખોટો પકડ્યો છે. મસ્જિદની બન્ને તરફ કબ્રસ્તાન છે. ચબૂતરો બહારના ભાગમાં જ છે.
છેલ્લે ધવને એક શેર પણ સંભળાવ્યો….
વતન કી ફિક્ર કર નાદાં મુસીબત આને વાલી હૈ,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈં આસમાનોં મેં,
ન સમઝોગે તો મિટ જાઓગે એ હિન્દોસ્તાં વાલો,
તુમ્હારી દાસ્તાં તક ભી ન હોગી દાસ્તાનોં મેં.