અમે બધા માટે કામ કરીએ છીએ તેથી અમને કોમવાદી કહેવામાં આવે છે : વડાપ્રધાન મોદી

અમે બધા માટે કામ કરીએ છીએ તેથી અમને કોમવાદી કહેવામાં આવે છે : વડાપ્રધાન મોદી

। ગુવાહાટી ।

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તામુલપુર ખાતે રેલીને સંબોધન કરતાં ઉગ્રપંથીઓને મુખ્યધરામાં સામેલ થવા અપીલ કરી હતી. બેઠક પર ૬ એપ્રિલના રોજ મતદાન થવાનું છે. તેમણે જણાવ્યું હતું કે અમે ભેદભાવ વિના તમામ લોકો માટે કામ કરીએ છીએ અને કેટલાક લોકો મતબેન્ક માટે દેશનું વિભાજન કરે છે કમનસીબે બિનસાંપ્રદાયિક કહેવાય છે. પરંતુ જો અમે બધા માટે કામ કરીએ છીએ તો કોમવાદી કહેવાઈએ ઔછીએ. બિનસાંપ્રદાયિકતા અને કોમવાદની રમતે દેશને મોટું નુકસાન પહોંચાડયું છે.

આસામ સમજૂતીનો અમલ કરવા પ્રામાણિકતાથી પ્રયાસ કરી રહ્યા છીએ. સમજૂતીના મોટાભાગના મુદ્દાનો અમલ થઈ ચૂક્યો છે અને બાકી મુદ્દાનો અમલ ઝડપથી થશે. વીતેલા પાંચ વર્ષમાં રાજ્ય અને કેન્દ્ર ખાતેની ડબલ એન્જિન સરકારે રાજ્યને ખૂબ લાભ આપ્યા છે.

કાર્યકર્તાની તબિયત બગડતાં પોતાના તબીબ મોકલ્યા

મોદી સંબોધી રહ્યા હતા ત્યારે એક ભાજપ કાર્યકર્તાની તબિયત કથળી હતી. મોદીએ મંચ પરથી વડાપ્રધાન મેડિકલ ટીમને તાકીદે કાર્યકર્તાની મદદ માટે મોકલી હતી. શરીરમાં પાણી ઘટી જતાં કાર્યકર્તાની તબિયત લથડી હતી.

૨ મેના રોજ બંગાળમાં બનશે ભૂમિપુત્રની સરકાર : મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં તારકેશ્વર ખાતે જણાવ્યું હતું કે ૨ મેના રોજ રાજ્યમાં ડાયરેક્ટ બેનિફિટ આપનારી સરકાર બનશે. સોનારપુર ખાતે બીજી રેલીને સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નંદીગ્રામમાં ચૂંટણી લડવાનો દીદીએ લીધેલો નિર્ણય ભૂલ ભરેલો છે.

( Source – Sandesh )