અમેરિકા / 30થી 49 વર્ષના લોકોમાં કોરોના સંક્રમણના એક પણ લક્ષણ નહીં, સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે

અમેરિકા / 30થી 49 વર્ષના લોકોમાં કોરોના સંક્રમણના એક પણ લક્ષણ નહીં, સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે

વોશિંગ્ટન. અમેરિકાના ડોક્ટર્સે ચેતવણી આપી છે કે કોરોના વાઈરસના કારણે 30 થી 49 વર્ષના ઘણા લોકોનું અચાનક મોત થઈ રહ્યું છે. જેમાં ઘણા લોકો એવા છે જે સહેજ પણ બિમાર ન હતા અને તેમનામાં કોરોનાના એક પણ લક્ષણ જોવા મળ્યા ન હતા. પણ અચાનક સ્ટ્રોક્સના કારણે આ લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂયોર્કમાં ઘણા લોકોનું મોત તેમના ઘરોમાં જ થઈ રહ્યું છે.

સ્ટ્રોક્સના કારણે મોત 

  • એક રિપોર્ટ પ્રમાણે, મૈનહટનના MSBI હોસ્પિટલના ડોક્ટર થોમસ ઓક્સલીએ જણાવ્યું કે, તેમના એક દર્દીએ કોઈ દવા લીધી ન હતી, તેમને પહેલા કોઈ તકલીફ પણ ન હતી. બાકીના લોકોની જેમ જ તે દર્દી લોકડાઉનમાં ઘરમાં હતો. અચાનક તેને વાત કરવામાં તકલીફ થવા માંડી. તપાસમાં સામે આવ્યું છે કે સ્ટ્રોક્સના શિકાર થયા છે અને તેમના માથામાં ઘણું મોટું બ્લોકેજ થયું છે. તપાસમાં તે કોરોનાથી પણ સંક્રમિત મળ્યા હતા. દર્દીની ઉંમર માત્ર 44 વર્ષ હતી. જો કે, આ પ્રકારના ગંભીર સ્ટ્રોક્સના શિકાર થનારા લોકોની સરેરાશ ઉંમર અત્યાર સુધી 74 વર્ષ રહી છે. પરંતુ કોરોના વાઈરસના કારણે ઓછી ઉંમરના લોકોના મોત સ્ટ્રોક્સના કારણે થઈ રહ્યા છે.
  • ન્યૂરોલોજિસ્ટ થોમસ ઓક્સલીએ જણાવ્યું કે, તેમણે દર્દીના માથામાંથી ક્લોટ હટાવવાની પ્રોસેસ શરૂ કરી તો તેમને મોનિટર પર જોયું કે તેમના માથામાં એ વખતે નવા ક્લોટ બની રહ્યા હતા. 

સ્ટ્રોક્સનો શિકાર થયેલા ઘણા લોકો કોરોના પોઝિટિવ

અમેરિકામાં ઘણા હોસ્પિટલમાં સ્ટ્રોક્સના શિકાર થયેલા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. તપાસમાં સ્ટ્રોક્સના શિકાર થયેલા ઘણા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઘણા દર્દીઓમાં પહેલા સંક્રમણના કોઈ લક્ષણ ન હતા.

પહેલા માનવામાં આવતું હતું કે કોરોનાના કારણે સામાન્ય રીતે શરીરના ફેફસા પર અસર થતી હતી. પરંતુ દર્દીઓની સંખ્યા વધવા અને ઘણા અભ્યાસથી સામે આવ્યું છે કે કોરોના શરીરના લગભગ દરેક અંગ પર અસર કરે છે. કોરાનાના કારણે શરીરમાં ઘણી એવી બિમારીઓ થઈ રહી છે જેને સમજવામાં ડોક્ટરને પણ મુશ્કેલી પડી રહી છે.

 અત્યાર સુધી કોરોના અને સ્ટ્રોક્સ અંગે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. પરંતુ અમેરિકાના ત્રણ મોટા મેડિકલ સેન્ટર કોરોના દર્દીઓમાં સ્ટ્રોક્સના કેસ સાથે જોડાયેલા આંકડો જાહેર કરવા જઈ રહ્યા છે. કુલ દર્દીઓમાં સ્ટ્રોક્સના શિકાર લોકોની સંખ્યા ઓછી છે, પરંતુ વાઈરસ શરીર પર અસર કરે છે.