અમેરિકા / શિકાંગોમાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરાઈ

અમેરિકા / શિકાંગોમાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરાઈ

  • મૂળ હૈદરાબાદની રહેવાસી આ વિદ્યાર્થીની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈમાં અભ્યાસ કરતી હતી
  • વીડિયો ફુટેજથી જાણવા મળ્યું છે કે આરોપી શનિવારે વિદ્યાર્થીનીનો પીછો કરતો હતો

વોશિંગ્ટનઃ અમેરિકાના શિકાગોમાં ભારતીય મૂળની 19 વર્ષિય વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થિની મૂળ હૈદરાબાદની રહેવાસી હતી.તે ઈલિનોઈ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી. તેનો મૃતદેહ શનિવારે કોલેજ કેમ્પસના ગેરેજમાં રહેલી કારમાંથી મળી આવ્યો હતો. આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે હોલસ્ટેડ સ્ટ્રીટ પાર્કિંગ ગેરેજથી એક મહિલાનો મૃતદેહ મેળવ્યો

1. પોલીસે રવિવારે આરોપી ડોનાલ્ડ થ્રુમેન (26)ની ધરપકડ કરી છે. તેમનો યુનિવર્સિટી સાથે કોઈ જ સંબંધ ન હતો. સોમવારે થ્રૂમેન પર હત્યા અને દુષ્કર્મનો આરોપ નક્કી કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે મહિલાની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે.

2. વિદ્યાર્થીના સંબંધિઓએ તે ગુમ હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે કોલેજ કેમ્પસના CCTV ફૂટેજમાં શુક્રવારે રાત્રે 1:35 વાગે ગેરેજ જતા જોવા મળી હતી. આરોપી પણ તેનો પીછો કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ 2:20 વાગે આરોપી બહાર જતા જોવા મળ્યો હતો.

3. પોલીસને શિકાંગો ટ્રાઝીટ ઓથોરિટીથી પણ વીડિયો ફુટેજ મળ્યા છે અને આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. ત્યારબાદ તેને બ્લુ લાઈન સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પુછપરછ કરવામાં આવી રહી છે.