અમેરિકા / જે લોકોને નોકરી આપવા વિદેશીઓ પર પ્રતિબંધ લગાવ્યો, તેમાંથી મોટા ભાગની પાસે લાયકાત નથી

અમેરિકા / જે લોકોને નોકરી આપવા વિદેશીઓ પર પ્રતિબંધ લગાવ્યો, તેમાંથી મોટા ભાગની પાસે લાયકાત નથી

  • અમેરિકામાં વિદેશીઓને અસ્થાયી રીતે રહેવા અને કામ કરવા પર પ્રતિબંધ લાગુ
  • જે ક્ષેત્રોમાં છૂટ આપી, તેમાં વિદેશી માત્ર 4%

વોશિંગ્ટન. અમેરિકામાં એચ1બી વિઝાવાળા વિદેશી નાગરિકોને અસ્થાયી રીતે રહેવા અને કામ કરવા પર વર્ષના અંત સુધી પ્રતિબંધ મુકી દેવાયો છે.

ટ્રમ્પે આવું એટલા માટે કર્યું, જેથી ચૂંટણી વર્ષમાં અમેરિકનોને વધુ તક મળી શકે, પરંતુ જે લોકોને નોકરી માટે ટ્રમ્પે આ નિર્ણય લીધો છે, તેમાંથી મોટાભાગના પાસે જરૂરી લાયકાત જ નથી. જેમાં કમ્પ્યૂટર, આઈટી એન્જિનિયરિંગ મુખ્ય છે. તેમાં 76% કર્મચારી વિદેશી છે. જે ક્ષેત્રોમાં છૂટ આપી છે, તેમાં વિદેશીની સંખ્યા માત્ર 4% જ છે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ અનુસાર 2019-20માં સૌથી વધુ 2.5 લાખ એચ-1બી વિઝા કમ્પ્યૂટર-આઈટીના હતા. એન્જિનયરિંગ, આર્કિટેક્ચર બીજા નંબરે છે. ટ્રમ્પનું માનવું છે કે, સસ્તા વિદેશી કર્મચારીઓના કારણે સ્થાનિક લોકોને નોકરી મળતી નથી.

સ્ટેટિસ્ટા અને યુએસસીઆઈએના આંકડા મુજબ એચ-1બી વિઝાવાળા કર્મચારીઓની વાર્ષિક આવક 1.14 લાખ ડોલર (રૂ.85 લાખ) છે, જેને સસ્તા કહી શકાય નહીં. બીજું, એચ-1બી આઈટી વ્યવસાયિકોની અછત દૂર કરવામાં અસરકારક સાબિત થયો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે, સૌથી વધુ માગવાળા એચ-1બી વિઝા સહિત અન્ય વિઝા રદ્દ કરવા દૂરદર્શી નીતિ નથી. 

જ્યાં પ્રતિબંધ, ત્યાં વિદેશીઓની સૌથી વધુ જરૂર

ક્ષેત્રવિદેશી કર્મચારી
કમ્પ્યૂટર, આઈટી66.10%
એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર10.10%
વહીવટી કામકાજ5.70%
શિક્ષણ5.10%
હેલ્થ-મેડિસિન3.90%
ગણિત-ફિઝિકલ સાયન્સ3%
અન્ય6.10%