અમેરિકા / કોરોનાની બીક વચ્ચે ગ્રોસરી સ્ટોરની વસ્તુઓ પર થૂંક અને ઉધરસ ખાનાર 65 વર્ષીય વ્યક્તિની પોલીસે ધરપકડ કરી

અમેરિકા / કોરોનાની બીક વચ્ચે ગ્રોસરી સ્ટોરની વસ્તુઓ પર થૂંક અને ઉધરસ ખાનાર 65 વર્ષીય વ્યક્તિની પોલીસે ધરપકડ કરી

માસાચુસેટ્સ. અમેરિકામાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી 10 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે. અહિ કોરોના વાઇરસ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે તેવામાં એક વ્યક્તિની મૂર્ખામીને લીધે તેના જેલમાં જવાનો વારો આવ્યો છે. આ વ્યક્તિ સુપરમાર્કેટમાં રહેલી ખાવાની વસ્તુઓ પર ઉધરસ અને પોતાનું થૂંક લગાડતી હતી. 

65 વર્ષીય વ્યક્તિ અમેરિકાના માસાચુસેટ્સ રાજ્યમાં ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા પહોચ્યા અને અહિ આવીને તેને અજીબોગરીબ કામ કરવાનું શરુ કરું દીધું, તેઓ સ્ટોરમાં પડેલી દરેક ખાવાના પેકેટ્સ પર થૂંક લગાવતા અને ઉધરસ ખાતા હતા. સ્ટોરના વર્કરે આ જોતા પોલીસને બોલાવી. પોલીસ તેને હોસ્પિટલ કોરોના ચેકઅપ માટે લઇ ગઈ, પણ આ વૃદ્ધ કોરોના વાઇરસ પોઝિટિવ છે તેવું પોલીસને લાગતું નથી. 

જો કે, ગ્રોસરી સ્ટોરના સ્ટાફે વૃદ્ધે જે પણ વસ્તુ પર થૂંક કે ઉધરસ ખાધી હતી તે બધી ફેંકી દીધી છે અને આખો સ્ટોર ફરીથી સેનિટાઈઝ કર્યો છે.