અમેરિકા કોરોનાથી ધ્વસ્ત, ટ્રમ્પે વિનંતી કરી મોદી પાસે માંગી આ ખાસ મદદ

અમેરિકા કોરોનાથી ધ્વસ્ત, ટ્રમ્પે વિનંતી કરી મોદી પાસે માંગી આ ખાસ મદદ

કોરોના વાયરસની મહામારી ઝીલી રહેલા અમેરિકાની નજર હવે મદદ માટે ભારત પર નજર ટકેલી છે. તેને લઇ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીએ શનિવારે સાંજે ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં કોરોના સામે સામૂહિક રીતે લડવાની ચર્ચા થઈ હતી. આ સમય દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિએ પીએમ મોદીને હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન ગોળીઓનો માલ મોકલવા વિનંતી કરી. કોરોના દર્દીઓની સારવારમાં હાઇડ્રોક્લોક્વિન ટેબલેટનો ઉપયોગ થાય છે.

કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલી એક પ્રેસ બ્રીફિંગમાં ટ્રમ્પે કહ્યું કે, આજે મેં પીએમ મોદી સાથે ફોન પર વાતચીતમાં રોકવામાં આવેલા હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન ટેબલેટના કન્સાઇમેન્ટને મુક્ત કરવાની વિનંતી કરી છે. પીએમ મોદીને હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન ગોળીઓ મોકલવાની તેમની વિનંતી વિશે માહિતી આપતા ટ્રમ્પે કહ્યું કે તેઓ આ ટેબલેટનું સેવન કરશે. તેમણે કહ્યું, હું પણ તેને લઈ શકું છું, આ માટે મારે મારા ડોકટર્સ સાથે વાત કરવી પડશે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ‘ભારત આ દવાનું મોટાપાયે ઉત્પાદન કરે છે. તેમને તેમના લોકો માટે પણ આની જરૂર પડશે. તેમની વસતી 1 અબજથી વધુ છે. મેં તેમને કહ્યું છે કે જો તેઓ અમારો ઓર્ડર મોકલે તો હું આભારી રહીશ. દરમ્યાન, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો અને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે પણ વાતચીત કર્યાના અહેવાલ છે. બંને વચ્ચેની વાતચીતમાં કોરોના વાયરસ ફાઇટ અંગે ચર્ચા થઈ હતી.

અગાઉ પીએમ મોદીએ શનિવારે અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની ઘટના અંગે માહિતી આપી હતી. વડા પ્રધાને ટ્રમ્પ સાથેની ચર્ચા વિશે માહિતી આપતા ટ્વીટ કરી હતી કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વિસ્તારથી ચર્ચા કરી હતી. અમારી ચર્ચા સારી રહી અને અમે કોરોના વાયરસ સામે સામે લડવા ભારત-યુ.એસ. ભાગીદારીની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવા સહમત થયા.’

આપને જણાવી દઇએ કે અમેરિકા કોરોના મહામારી સામે ગંભીરતાથી સંઘર્ષ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 3,01,902 નાગરિકો આ વાયરસથી ઝપટમાં આવી ગયા છે. જ્યારે 8,175 લોકોના કોરોના વાયરસના લીધે મોત થઇ ચૂકયા છે. છેલ્લા 24 કલાકમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોનાના ઓછામાં ઓછા 23,949 કેસ નોંધાયા છે, જ્યારે 1,023 લોકોના મોતના સમાચાર છે.